અમેરિકાના મેક્સિકોના સિટી હોલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, મેયર, તેના પિતા, પૂર્વ મેયર અને મ્યુનિસિપલ પોલીસના અધિકારીઓ સહિત 18 લોકોના મોત

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે અમેરિકાના મેક્સિકોના મેક્સિકન સિટી હોલમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના સિટી હોલમાં સામૂહિક ગોળીબાર થયો છે જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં મેયર પણ સામેલ છે. અહેવાલો અનુસાર મેક્સીકન સિટી હોલમાં એક ઇવેન્ટ ચાલી રહી હતી તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ હોલમાં પ્રવેશે છે અને થોડી સેકંડની રાહ જોતા અંધાધૂંધ ગોળીબાર કરે છે. ફાયરિંગની આ ઘટનામાં 18 લોકોના મોત થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે મેયર સિવાય તેના પિતા, પૂર્વ મેયર અને મ્યુનિસિપલ પોલીસના અધિકારીઓની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. જે તસવીરો સામે આવી છે તેમાં એકમા જોઈ શકાય છે કે એક દિવાલ પર ગોળીઓના નિશાન છે. ઓછામાં ઓછા 30-35 નીશાન દેખાય છે. અન્ય એક તસવીરમાં આરોપી વ્યક્તિ દેખાય છે જે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ સમગ્ર મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જોકે, એક સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી છે.


Share this Article