અદાણીને ઈશુદાને જબ્બર ટોણો માર્યો, કહ્યું- અહીં બધું પોતાનું છે કોઈ બગાડી નહીં શકે…. ભગવાને વિદેશથી રિપોર્ટ મોકલ્યો!

Lok Patrika
By Lok Patrika
Share this Article

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. દરેક પસાર થતો દિવસ તેની નેટવર્થમાં મોટો ઘટાડો લાવી રહ્યો છે. લેટેસ્ટ ડેટા અનુસાર ગૌતમ અદાણી હવે દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે હવે કોઈ ગૌતમના તરફેણમાં તો કોઈ ગૌતમના વિરુદ્ધમાં બોલી રહ્યા છે. એવામાં ગુજરાત આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પણ ટોણો માર્યો છે.

ઈશુદાન ગઢવીએ ટોણો મારતા કહ્યું કે- કુદરતની કરામત જુવો ! અહીં બધું પોતાનું છે કોઈ બગાડી નહીં શકે એવો વહેમ હતો ! ભગવાને વિદેશથી રિપોર્ટ મોકલ્યો ! માની ગયા પ્રભુ ! હવે આ વાત ચારેકાર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે તેઓ હવે અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને સરકી ગયા છે. તેમની નેટવર્થ ઘટીને $61.3 બિલિયન થઈ છે અને છેલ્લા 24 કલાકમાં તેમણે $10.7 બિલિયન ગુમાવ્યા છે. શેરના ઘટાડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગૌતમ અદાણી હવે ફેસબુકના માર્ક ઝકરબર્ગથી પાછળ રહી ગયા છે. ઝકરબર્ગની કુલ નેટવર્થ $69.8 બિલિયન છે અને તે આ યાદીમાં 13મા નંબરે પહોંચી ગયો છે.

દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર અદાણી

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે તેઓ હવે અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને સરકી ગયા છે. તેમની નેટવર્થ ઘટીને $61.3 બિલિયન થઈ છે અને છેલ્લા 24 કલાકમાં તેમણે $10.7 બિલિયન ગુમાવ્યા છે. શેરના ઘટાડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગૌતમ અદાણી હવે ફેસબુકના માર્ક ઝકરબર્ગથી પાછળ રહી ગયા છે. ઝકરબર્ગની કુલ નેટવર્થ $69.8 બિલિયન છે અને તે આ યાદીમાં 13મા નંબરે પહોંચી ગયો છે.

ગૌતમ અદાણી ગુરુવારે 64.7 બિલિયન ડોલરની સાથે વિશ્વના અમીરોની યાદીમાં 16મા નંબરે હતા અને માત્ર 24 કલાકમાં જ તેઓ પાંચ સ્થાન ખસીને 21મા નંબર પર આવી ગયા છે. વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ બનાવનાર અદાણી માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. નુકસાન વિશે વાત કરીએ તો બ્લૂમબર્ગના ડેટા અનુસાર આ વર્ષની શરૂઆતથી તેમની સંપત્તિ $ 59.2 બિલિયન સાફ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસમાં તેણે 52 અબજ ડોલર ગુમાવ્યા છે.

ગુરુવારે શેરની આ સ્થિતિ હતી

છેલ્લા એક સપ્તાહમાં ગૌતમ અદાણીની કંપનીઓના શેરોમાં થયેલા ઘટાડાને કારણે શેરબજારમાં લિસ્ટેડ તેમની કંપનીઓના કુલ માર્કેટ કેપમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગના અંતે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ 21.61% ઘટીને રૂ. 1,694.10 પર, અદાણી પાવર લિમિટેડ 4.98% ઘટીને રૂ. 202.05 પર, અદાણી વિલ્મર લિમિટેડ 5% ઘટીને રૂ. 421.00 પર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 10% ઘટીને રૂ. રૂ. 1,039.85, અદાણી ટોટલ ગેસ લિમિટેડ 10% ઘટીને રૂ. 1,707.70 પર અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ 10% ઘટીને રૂ. 1,551.15 પર ટ્રેડ કરી રહી હતી. આ સિવાય અદાણી પોર્ટ્સનો શેર પણ 4.66% ઘટીને રૂ. 472.10 થયો હતો.

મુકેશ અંબાણી પણ ટોપ-10ની યાદીમાંથી બહાર

ગૌતમ અદાણીની સંપત્તિમાં તીવ્ર ઘટાડાને કારણે જ્યાં તે હવે ટોચના 20 અબજપતિઓની યાદીમાંથી બહાર છે. ટોપ-10 બિલિયોનર્સની યાદીમાં સામેલ બીજા ભારતીય અબજોપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે અને તેઓ ટોપ-10 અમીરોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે.

કમસથી આજ પછી સંજય દત્ત સાથે ક્યારેય કામ નહીં કરુ… ધૂમ દારુ પીને સંજય દત્ત શ્રીદેવીના રૂમમાં ઘુસી ગયો અને પછી….

હવે આખી દુનિયા ગૌતમ અદાણીને ઓળખી ગઈ પણ શું જાણો છો અદાણીની પત્ની કોણ છે? શું નોકરી કરે અને કેટલું કમાઈ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે

$695 મિલિયનના એક દિવસના નુકસાનને કારણે તેમની નેટવર્થ હવે ઘટીને $80.3 બિલિયન થઈ ગઈ છે અને આટલી સંપત્તિ સાથે તેઓ બ્લૂમબર્ગના બિલિયોનેર્સ રિપોર્ટમાં 12મા સ્થાને પહોંચી ગયા છે. જો કે, સંપત્તિના મામલામાં ગૌતમ અદાણીને પાછળ છોડી મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly