ઈઝરાયલી સેનાની ગાઝાને ચેતવણી, કહ્યું -તત્કાલ ગાઝા છોડો નહિતર ભુક્કા બોલાવી દઈશું !

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઇઝરાયલી સેનાએ ગાઝામાં ગ્રાઉન્ડ એક્શન શરૂ કરી દીધું છે. ગાઝા બોર્ડર પાસે IDF ટેન્ક અને સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ઇઝરાયેલની સેનાએ ફરી એકવાર ગાઝામાં બાકી રહેલા લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.

ઈઝરાયેલી સેનાએ કહ્યું કે ઉત્તર ગાઝામાં રહેતા લોકોએ તાત્કાલિક વિસ્તાર ખાલી કરીને દક્ષિણ ગાઝામાં શિફ્ટ થઈ જવું જોઈએ. IDFએ તેને સૈન્ય સલાહકાર ગણાવી છે અને તેને તાત્કાલિક અમલમાં મૂકવાના આદેશો પણ આપ્યા છે.

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ એક વીડિયો સંદેશમાં ગાઝાના લોકોને ઉત્તર ગાઝા ખાલી કરવા કહ્યું. રીઅર એડમિરલ હગારીનો આ સંદેશ દર્શાવે છે કે IDF ગાઝામાં અંતિમ કાર્યવાહી કરવાના મૂડમાં છે, જેથી હમાસને સંપૂર્ણપણે ખતમ કરી શકાય.

ગાઝાને તાત્કાલિક ખાલી કરો – IDF

આઈડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે ગઝાના લોકોએ આ લશ્કરી સલાહને ધ્યાનથી સાંભળવી જોઈએ. તમારી સલામતી માટે, તમારે તરત જ ઉત્તરી ગાઝા ખાલી કરીને દક્ષિણ તરફ જવું જોઈએ. તેમણે કહ્યું કે આ એક અસ્થાયી નિર્ણય છે. જ્યારે IDF હમાસને સંપૂર્ણપણે ખતમ કરે ત્યારે જ તમારે ઉત્તર ગાઝા પાછા ફરવું જોઈએ.

હગારીએ કહ્યું કે હમાસે તમારો જીવ જોખમમાં મૂક્યો છે. હમાસે ગાઝામાં નાગરિક વિસ્તારોમાં શસ્ત્રો અને લડવૈયાઓ તૈનાત કર્યા છે. ગાઝાની શાળાઓ, મસ્જિદો અને હોસ્પિટલોમાં આતંકીઓ હાજર છે.

તેમણે કહ્યું કે IDFનું આગામી લક્ષ્ય હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનું છે. હગારીએ કહ્યું કે જો હમાસ બચશે તો માનવતા બચશે નહીં. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ જે રીતે બાળકોને સળગાવી દીધા, મહિલાઓની હત્યા કરી અને બળાત્કાર કર્યો અને 200 ઈઝરાયેલના અપહરણ કર્યા તે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. આવી સ્થિતિમાં જો આપણે બદલો લઈએ તો ઉત્તર ગાઝાના લોકોએ દક્ષિણ ગાઝા તરફ વળવું જોઈએ.

ચાર દિવસમાં ડુંગળીના ભાવ 120થી 150 રૂપિયા સુધી પહોંચી ગયો, હજુ પણ ભાવ આસમાને પહોંચી શકે છે જાણો શું છે કારણ? 

આંધ્ર પ્રદેશમા ધડાકાભેર અથડાયેલી બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં સૌથી મોટું કારણ સામે આવ્યું, 9 લોકોનાં કરુણ મોતથી ચિચિયારી ઉઠી

છોટા રાજનના શૂટર…. દાઉદને મારવાનો પ્લાન મુંબઈ પોલીસના કારણે ફેલ થઈ ગયો! પૂર્વ IPS એ ધડાકો કરતા આખા દેશમાં હાહાકાર

હમાસના આતંકવાદીઓએ હોસ્પિટલને નિશાન બનાવી હતી

ઇઝરાયેલી સેનાએ IDF અધિકારી અને ગાઝાના એક વરિષ્ઠ ઉર્જા અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો શેર કર્યો છે. આ ઓડિયોમાં ગાઝાના ઉર્જા અધિકારીએ જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓ અલ શિફા હોસ્પિટલને નિયંત્રિત કરી રહ્યા છે. ગાઝાના અધિકારીએ કહ્યું કે ઈઝરાયેલના હુમલામાં 10 હજાર લોકોના મોત થાય તો પણ તેમને કોઈ ફરક નહીં પડે.


Share this Article