અમદાવાદનો જવાન દેશની રક્ષામાં શહીદ, મહિપાલસિંહ પોતાના જ બાળકનું મોઢું પણ ન જોઈ શક્યા, પત્ની ગર્ભવતી છે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતો આર્મી જવાન (Army jawan) શહીદ થયો છે. ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું છે, અને પરિવારજનોની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા.  25 વર્ષીય મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા (Mahipal Singh Praveen Singh Wala) જમ્મુ-કાશ્મીરના કુલગામ (Kulgam) ખાતે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. જ્યારે આગામી 14 ઓગસ્ટે તેઓ પિતા બનવાના હતા.

છેલ્લાં આઠ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા

મહિપાલસિંહ વાળાનો નશ્વર દેહ રવિવારે બપોરે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાશે. ઓઢવના વિરાટનગરની સદાશિવ સોસાયટી ખાતે આવેલા તેમના ઘરેથી અંતિમ યાત્રા લીલાનગર સ્મશાનગૃહ સુધી જશે.​​​​​​​ મહિપાલસિંહ વાળા છેલ્લાં આઠ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં અને તેમનાં પત્ની ગર્ભવતી હોવાથી ડોક્ટરે તેમને ડિલિવરી માટે 14 ઓગસ્ટની તારીખ આપી હતી.

સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ અંતિમ શ્વાસ લીધા 

અહીં સૌથી દુઃખદ બાબત તો એ છે કે દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે.

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે

​​​​​​​​​​​​​​પરિવારના સભ્યોને મહિપાલસિંહના શહીદ થયાના સમાચાર મળતાં તેમનાં પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને હાલમાં આવા કોઈ પણ સમાચારની જાણ ન કરવા સૂચના આપી હતી. સ્થાનિક રહીશો તેમ જ મહિપાલસિંહના નજીકનાં લોકોના જણાવ્યા અનુસાર, તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ પણ આતંકવાદી હુમલામાં અમરાઈવાડી વિસ્તારના જવાન શહીદ થયા હતા. તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જય બજરંગબલી: નદીએ બધું નષ્ટ કરી નાખ્યું, હનુમાન મંદિર પણ ન છોડ્યું, પણ બજરંગબલીનો વાળ પણ વાંકો ન કરી શકી

હવે કોઈ નહીં બચે! SSB એ મોટી કાર્યવાહી કરતા સીમા હૈદર પર કડક એક્શન લીધાં, એક એક રહસ્યો બહાર આવતા ખળભળાટ

કેરળ સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય, કહ્યું ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવા માંગુ છું જાણો શું છે કારણ?

 

27 વર્ષની નાની વયે થયા શહીદ

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદના વિરાટનગરની સદાશિવ સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ વાળા (ઉં.વ 27) છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવી હતી. જે બાદ ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી હતી, છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થઈ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં મહિપાલસિંહ વાળા વીરગતિ પામ્યા હતા.


Share this Article