ઉમેદવારો જેની ક્યારની રાહ જોતા હતા આખરે એ તારીખ ફરી આવી ગઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ હાલમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવામાં આવશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ પણ હવે જાહેર કરી દીધી છે. સંભવીત તારીખ અંગે આ પહેલા હસમુખ પટેલે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
આ પહેલા જ્યારે પરિક્ષા યોજાવાની હતી ત્યારે પેપપ ફૂટી ગયું હતું અને પરિક્ષા રદ કરવી પડી હતી. ગુજરાતમાં પેપર ફૂટવું એ કોઈ નવું નથી, કારણ કે લગભગ અત્યાર સુધીમાં 14 જેટલા પેપરો ફૂટ્યા છે. ત્યારે હાલમાં જ 1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી.
જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું અને જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોએ કરેલી રાત દિવસની મહેનત પર પાણી ફરી ગયું હતું, જો કે હવે જે સમાચાર સામે આવ્યા છે એ ખરેખર આખા ગુજરાતને હચમચાવી નાખે એવા છે. કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં નાસીપાસ થઈને ભાવનગરના ઘોઘાની યુવતી પાયલે ઝેરી દવા પીધી અમે જીવન ટૂંકાવી લીધું હતું.
ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
મળતી માહિતી પ્રમાણે હાથબ ગામમાં યુવતીએ પેપર ફૂટતા ઝેરી દવા પીધી હતી. જે યુવતીનું 13 દિવસ બાદ સારવાર દરમિયાન જ મોત થયું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવતા આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરીવારને 25 લાખની સહાયની માંગ પણ કરવામાં આવી છે. તેમજ જવાબદાર આરોપી વિરુદ્ધ કડક સજા કરો એવી પણ માંગણી કરાઈ છે. જો કે બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.