સગાઈ તૂટવાના આઘાતમાંથી બહાર આવીને કિંજલ દવે પરિવાર સાથે પહોંચી રાજલ બારોટના ઘરે, ખુબ મોજ મસ્તી કરી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

થોડા દિવસ પહેલા ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા હતા. કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવતા જ ચારેકોર ચર્ચા થવા લાગી હતી.

પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત સામે આવી હતી, ત્યારે હવે કિંજલ દવે પુરા પરિવાર સાથે રાજલ બારોટના ઘરે જોવા મળી હતી.

પ્રખ્યાત સિંગર રાજોટ બારોટે આ તસવીરો શેર કરી હતી. રાજલ બારોટ અને કિંજલ દવે એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

વાયરલ તસવીરોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કિંજલ દવે સાથે એમના પિતા લલિત દવે અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યાં છે.

ત્યારે રાજલ બારોટે આ તસવીરો શેર કરીને જણાવી દીધું કે હવે તે આઘાતમાંથી બહાર નીકળી રહી છે અને બધું નોર્મલ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પહેલા કિંજલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામ કરતી હતી અને ધીરે ધીરે જાણીતી બની ગઈ, હવે તો વિદેશમાં પણ કિંજલના દાયરાની ધૂમ મચી રહી છે.

કિંજલની સગાઈ પવન સાથે થઈ ત્યારે પણ કિંજલની ખુબ જ ચર્ચા કરવામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની હાલમાં ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટાર કરતા ઓછી નથી.

સફળતાની ટોચ પર રહેલી કિંજલ પરંપરાગત રીતે સગાઈ કરી હતી. જો કે હવે એ સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવે તેના અવાજની સાથે તેના લોકસંગીતના કાર્યક્રમોમાં એન્ટ્રી માટે પણ જાણીતી છે.

અબજોપતિ હોવા છતાં જમીન પર બેસીને મુકેશ અંબાણી ખાય છે સાવ સાદું ભોજન, નીતા અંબાણીએ પોતે જ કર્યો ખુલાસો

VIDEO: ઋષભ પંતની પીઠ પરના ડાઘ ભૂંસાઈ રહ્યા છે, લાકડીની મદદથી સ્વિમિંગ પૂલની મજા માણી, ક્યારે પાછો ફરશે?

ઘણી ખમ્માં: આખું ગામ સાથે મળીને ગરીબ પરિવારના લગ્નનો ખર્ચો ઉપાડે, જાણો શું છે આદિવાસી સમાજની નોતરા પ્રથા?

કિંજલ કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી મારે તો તેની કાર હંમેશા લક્ઝુરિયસ જ હોય છે. તેની એન્ટ્રી ઓડી, બીએમડબલ્યું કે મોંઘીદાટ કારોથી જ એન્ટ્રી થાય છે. કિંજલના પિતાનો સંઘર્ષ પણ એટલો જ જાણીતો છે.


Share this Article