ગુજરાતમાં ઠંડી દિવસે અને દિવસે વધી રહી છે. હવે ન્યુનત્તમ તાપમાન ૧૦થી ૧૪ સે. નોંધાઈ રહ્યુ છે. સાથે જ દરેક શહેરમાં હાલમા ભારે ઠંડી લાગી રહી છે. એવામાં હવામાન વિભાગે પણ નવી આગાહી કરી છે કે હજુ પણ 48 કલાક આવી જ ઠંડી રહેવાની શક્યતા છે. ત્યારે તારીખ 05-01-23ના રોજ વિવિધ શહેરોનું તાપમાન કેટલું રહ્યું એનો એક આંકડો સામે આવ્યો છે. જેના પર નજર કરીએ તો…
નલિયા 2 ડિગ્રી
અમદાવાદ 10 ડિગ્રી
ભૂજ 09 ડિગ્રી
ડીસા 6.9 ડિગ્રી
વડોદરા 11. 6 ડિગ્રી
અમરેલી 11.6 ડિગ્રી
પોરબંદર 13.4 ડિગ્રી
રાજકોટ 10.7 ડિગ્રી
ઓખા 17.7 ડિગ્રી
વેરાવળ 14. 9 ડિગ્રી
સુરત 15. 2 ડિગ્રી
કંડલા 12. ડિગ્રી
દ્વારકા 15. 2 ડિગ્રી
ગાંધીનગર 11 ડિગ્રી
રાજકોટમાં 10 ડિગ્રી
મોડાસા 11.5 ડિગ્રી
આ સાથએ જ વાત કરવામાં આવે તો ઉત્તર-પૂર્વ દિશાથી વાતા કોલ્ડવેવને કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય થીજી ગયુ છે. રાજ્યમા લોકો ઠંડા ફૂંકાતા પવનોથી ધુ્જી ઉઠ્યા છે અને બીજી તરફ હવામાન વિભાગે કહ્યુ છે કે આવનારા 48 કલાક ઠંડીનો પ્રકોપ વધશે. ઠંડીમાં વધારો થતા જુનાગઢમાં અંબાજી સુધીના રોપ-વેને બંધ કરાયો છે. આ સિવાય પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને પણ બંધ કરી દેવામા આવી છે. હાલ રાજ્યમાં ૩૫થી ૭૦ ટકા ભેજ સાથે બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે. બર્ફીલા પવનો વચ્ચે જનજીવન પર અસર દેખાઈ રહી છે. માર્ગો પર ગરમ વસ્ત્રોમાં લપેટાઈને લોકો બહાર નીકળી રહ્યા છે. વહેલી સવાર અને રાત્રિના સમયે તો લોકો બહાર નીકળવાનુ જ ટાળી રહ્યા છે.
આ સાથે આગાહી છે કે આજે રાજકોટ,ભૂજ,અમદાવાદ સહિત સ્થળોએ તાપમાન ૧૨ સે.આસપાસ રહેશે. વાતાવરણ થોડા દિવસો સુધી વાદળછાયુ રહેશે અને કાતિલ ઠડી અનુભવાશે. સવારના ન્યુનત્તમ તાપમાનમાં ૨થી ૪ સે.વધારો નોંધાઈ શકે છે. હાલ ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. આ સાથે વાત કરીએ રાજ્યના અન્ય શહેરોની તો 8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.