LIC Policy: એલઆઈસી પોલિસી ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. જો તમે પણ એલઆઈસીની પોલિસી (LIC Policy) લીધી છે અને તે લેપ્સ થઈ ગઈ છે, તો હવે તમે તેને ફરીથી સક્રિય કરી શકો છો. એલઆઈસીએ એક ખાસ અભિયાન (LIC’s Special Revival Campaign) શરૂ કર્યું છે, જેમાં તમે તમારી લેપ્સ પોલિસી શરૂ કરી શકો છો. આ સાથે જ પોલિસીને ફરીથી શરૂ કરવા પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. એલઆઈસીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.
એલઆઈસીએ ટ્વીટ કર્યું
એલઆઈસીએ ટ્વિટર પર લખ્યું છે કે, એલઆઈસી તરફથી ખાસ રિવાઇવલ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. એવામાં પોલિસીધારકોને પોતાની લેપ્સ પોલિસીને ફરીથી શરૂ કરવાની તક મળી રહી છે. આ ખાસ રિવાઇવલ કેમ્પેઈન વિશે માહિતી માટે તમે એલઆઈસીની શાખા કે એજન્ટનો સંપર્ક કરી શકો છો.
લેટ ફી પર 30 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે
એલઆઈસીએ કહ્યું છે કે, લેટ ફીમાં ગ્રાહકોને 30 ટકા સુધીની છૂટનો લાભ મળશે. જે ગ્રાહકોનું ન ચૂકવાયેલું પ્રીમિયમ 5 વર્ષથી વધુ જૂનું છે, તેઓ તેનો લાભ લઈ શકશે નહીં.
લેટ ફીમાં મળશે 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
એલઆઈસી લેટ ફીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. 1 લાખ રૂપિયા સુધીના પ્રીમિયમવાળી પોલિસી પર ગ્રાહકોને 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આ સિવાય જો તમારી પોલિસીનું પ્રીમિયમ 1થી 3 લાખ વચ્ચે હશે તો તમને 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તે જ સમયે, 3 લાખ રૂપિયાથી વધુની પોલિસી પર, તમને લેટ ફીમાં 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
વરસાદને લઇને હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે
સુખ અને સંપત્તિનો વરસાદ કરશે ગુરુવારના આ પાંચ ઉપાયો, ભગવાન વિષ્ણુ તમારાં બધા જ દુઃખ હરી લેશે
SBI માં બહાર પડી હજારો નોકરીઓ, તમે પણ ફટાફટ અરજી કરી દો, ૧૩ લાખ રૂપિયા પગાર મળશે, જાણો સારા સમાચાર
સત્તાવાર લિંકની મુલાકાત લો
આ અભિયાન વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર લિંક http://licindia.in મુલાકાત લઈ શકો છો.