PM મોદી કરી શકે એવું કોઈ ના કરી શકે, શરદ પવાર અને અજીત ફરી સાથે આવશે? જાણો શું મોટો ખેલ પડશેો

Desk Editor
By Desk Editor
Share this Article

Maharashtra Politics Crisis : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર અને અજિત પવાર જૂથો વચ્ચેની ખેંચતાણ ચાલુ જ છે. બંને જૂથોએ ચૂંટણી ચિહ્ન અને એનસીપી પર તેમના અધિકાર અંગે ચૂંટણી પંચમાં અરજી કરી છે. આ દરમિયાન એવા સમાચાર છે કે શરદ પવાર અને અજિત પવાર ફરી એકવાર સાથે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રના પુણેમાં 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એનસીપીના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર આ કાર્યક્રમમાં ભાગ લે તેવી સંભાવના છે.

 

 

લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપનાર ટ્રસ્ટે પીટીઆઈને જણાવ્યું હતું કે આ પુરસ્કાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના અનુકરણીય નેતૃત્વ અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવાના તેમના પ્રયત્નો માટે આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડમાં સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે. આ સાથે જ એનસીપીના શરદ પવાર અને બે જૂથમાં વહેંચાઇ ચૂકેલા અજિત પવાર પણ આ કાર્યક્રમનો હિસ્સો બની શકે છે. જો આમ થશે તો એનસીપીમાં ભાગલા પડ્યા બાદ આ પહેલી વાર બનશે, જ્યારે કાકા-ભત્રીજા એક જ મંચ પર જોવા મળશે.

 

 

ચૂંટણી પંચ કેવી રીતે સત્તા નક્કી કરશે?

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ પૂર્વ ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે એનસીપી પર કરવામાં આવી રહેલા દાવાઓની સુપ્રીમ કોર્ટે સૂચવેલી ત્રણ ટેસ્ટની ફોર્મ્યુલા સાથે સમાધાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ આ માપદંડોના આધારે પોતાનો નિર્ણય આપશે. જો કે, આ જલ્દી થતું હોય તેવું લાગતું નથી.

 

ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત

ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી

દુનિયાભરના દેશોને તેમનું સોનું પાછું મંગાવી રહ્યા છે, કારણ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે, કંઈક મોટું થશે

 

આ મૂળભૂત માપદંડો શું છે?

પક્ષના ધ્યેયો અને ઉદ્દેશોની તપાસ કરવી, પક્ષના બંધારણની તપાસ કરવી અને બહુમતીની ચકાસણી કરવી, આ ત્રણ માપદંડો બંને જૂથોના દાવાથી પૂરા કરવા પડશે. જે કોઈ પણ આ માપદંડને પૂર્ણ કરે છે તે એનસીપી પર કબજો કરશે. “પ્રથમ માપદંડ મુજબ, ચૂંટણી પંચ જુએ છે કે શું કોઈ જૂથ પક્ષના લક્ષ્યો અને ઉદ્દેશોથી ભટકી જાય છે, જે તેમની વચ્ચેના મતભેદોનું મૂળ કારણ છે. બીજા માપદંડમાં પંચ નક્કી કરે છે કે પાર્ટીનું સંચાલન તેના બંધારણ અનુસાર કરવામાં આવી રહ્યું છે કે નહીં. ત્રીજું એ જોવાનું છે કે જૂથોમાં વિધાનસભા અને પક્ષના સંગઠનાત્મક માળખામાં કોની મજબૂત પકડ છે, “તેમણે જણાવ્યું હતું.

 

 


Share this Article
TAGGED: , , ,