ચૂંટણીનું વર્ષ વચ્ચે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોને અત્યારે કોડીઓના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો છે. પહેલાં કમોસમી વરસાદે તેમને રડાવ્યા હતા, હવે ડુંગળીના ખેડૂતો ભાવ ન મળવાને કારણે રડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ખેડૂત જ્યારે બજારમાં ડુંગળી વેચવા જાય છે ત્યારે ખર્ચ કાઢવો તો દૂર રહ્યો પરંતુ તેની હમાલી, ભાડું પણ નીકળી રહ્યું નથી. આ કારણ છે કે, ખેડૂતો પોતાની ડુંગળી કાં તો ખુલ્લામાં નાખી રહ્યા છે અથવા જાનવરોને ખવડાવી રહ્યા છે.
ખર્ચ વધ્યો પણ ભાવ નહીં
હકીકતમાં ખેતીનો ખર્ચ જેટલો થાય છે તેટલોજ થઈ રહ્યો છે પરંતુ બજારમાં કિંમત મળી રહી નથી. આ જ કારણ છે કે ડુંગળીની ખેતી કરતા ખેડૂતો ભાવ ઘટવાથી પરેશાન છે. સતત ઘટી રહેલા ડુંગળીના ભાવ હવે 2 રૂપિયા પ્રતિ કિલોની નીચે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના પાકને રસ્તા પર ફેંકી દેવા અથવા પશુઓને ખવડાવવાની ફરજ પડે છે. જો કોઈ ખેડૂત તેની ઉપજ સાથે બજારમાં પહોંચવાની હિંમત કરે છે, તો નફો મેળવવાથી દૂર, તેણે તેના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે.
આવી જ હાલત મહારષ્ટ્રના બીડ જિલ્લાના ખેડૂતની થઈ છે. મોટેભાગે ખેડૂત પોકાનો પાક લઈને માર્કેટમાં જાય છે તો તેને વેચ્યા પછી નાણાં મળે છે પરંતુ જો મહારાષ્ટ્રના ખેડૂત સાથે તેનાથી ઉલટું થયું છે તો શું તમે માનશો?. ખેડૂતે પોતાની ડુંગળી વેચી તો કમાણી થવાની વાત તો દૂર, ઉલટું તેણે પોતાના ખિસ્સામાંથી પૈસા ભરવા પડ્યા. ખેડૂ ૬૦ બોરી (લગભગ ૩ ટન) ડુંગળી વેચવા માટે ગયા તો તેમને પોતાના ખિસ્સામાંથી ૯૮૬ રૂપિયા ચૂકવવા પડ્યા. ખેડૂત દોઢ એકર જમીનના માલિક છે અને તેના સહારે પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. આ વખતે પાક સારો થયો હતો પરંતુ માર્કેટમાં પહોંચતા જ નફો મેળવવાની તેમની આશા ઠગારી નીવડી હતી. તેમણે કહ્યું કે, ‘તમે જ જણાવો મુખ્યમંત્રી, અમે જીવીએ કે મરી જઇએ?’
દોઢ એકરની ખેતીમાં ૬૭ હજારનો ખર્ચ
ખેડૂતે દોઢ એકર જમીનમાં ડુંગળીની ખેતી કરી જેમાં ખેડ, વાવણી, ખાતર, પિયત, કાપણી સહિત કુલ ૬૭ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થયો. પાક સારો હતો જેને કારણે ખેડૂતને આશા હતી કે, સારો એવો ભાવ મળશે. જોકે, ૬૦ બોરી ડુંગળી વેચ્યા બાદ પણ તે નુકસાનમાં છે અને પોતાના ખિસ્સામાંથી ૯૮૬ રૂપિયા ચૂકવવા પડ્યા છે.
૬૦બોરી ડુંગળીના મળ્યા માત્ર ૨૮૭૧ રૂપિયા
ખેડૂતને પ્રથમ ૨૫ બોરી પર પ્રતિ કિલો ડુંગળીએ દોઢ રૂપિયો મળ્યો. તે પછીની ૨૫ બોરીમાં પ્રતિ કિલોએ ૫૦ પૈસા અને છેલ્લી ૧૦ બોરી પર પ્રતિ કિલોએ ૧ રૂપિયો મળ્યો. લગભગ ૩ ટન ડુંગળી વેચવા પર ખેડૂતને માત્ર ૨૮૭૧ રૂપિયા મળ્યા. ખેડૂતને ડુંગળી લઈ જનારા વાહનનું ભાડું ૩૪૦૦ રૂપિયા આપવું પડ્યું, હમાલી માટે ૨૩૦ રૂપિયા, તોલાટ માટે ૧૩૭ રૂપિયા, હાજરી માટે ૯૦ રૂપિયા આપવા પડ્યા. આમ ખેડૂતને કુલ ખર્ચ ૩૮૫૭ રૂપિયા આવ્યો. આથી ડુંગળીમાંથી મળેલી આવક કરતાં જાવક વધી જતાં ૯૮૬ રૂપિયા ખિસ્સામાંથી કાઢવા પડ્યા.
ખેડૂતોનો સરકારને પ્રશ્ન
ખેડૂતોએ કેન્દ્ર અને રાજ્યની સરકારને પુછ્યું કે, એક બાળકની જેમ ડુંગળીની ખેતી કરી. પાક પણ સારો હતો. આશા હતી કે સારા ભાવ મળશે, પરંતુ પ્રતિ કિલો ડુંગળીના ભાપ ૫૦ પૈસા મળી રહ્યા છે. આથી ખેડૂતોને નફો મળવાની વાત તો દૂર પોતાના ખિસ્સામાંથી નાણાં આપવાં પડી રહ્યા છે. હવે મુખ્ય મંત્રી જણાવે કે, અમે કેવી રીતે જીવીએ? તેઓ એ પણ જણાવે કે અમારે કેવી રીતે જીવવું? આજે અમારે મરવાનો સમય છે…આથી સરકાર જણાવે કે અમે જીવએ કે મરીએ?
નાણા લેનારા ઘરે પહોંચી રહ્યા છે
ખેડૂતોએ કહ્યું કે, ડુંગળીની ખેતી દરમિયાન અમે સવારે 9 વાગે ખેતરમાં જતા હતા. ખેતી માટે લોન લીધી. પોતાના હાથ પર એક રૂપિયો પણ ન મૂક્યો. આખી મૂડી ડુંગળીની ખેતીમાં લગાવવામાં આવી છે. હવે પ્રતિ કિલો ડુંગળીના માત્ર 50 પૈસા મળી રહ્યા છે. હવે લેણદારો દરવાજે આવીને કહે છે કે પૈસા આપો… જ્યારે એક રૂપિયાનો પણ નફો મળતો નથી તો પૈસા ક્યાંથી આપવાના.
આ પણ વાંચો
અમિત શાહની ભવિષ્યવાણી… નરેન્દ્ર મોદી બનશે સતત ત્રીજી વખત PM, ભાજપ કેટલી સીટો જીતશે એ પણ જણાવ્યું
જેઠાલાલ ભલે ખડખડાટ હસાવતા હોય, પરંતુ એમની કહાની સાંભળીને તમે ચોધાર આંસુએ રડશો, જાણો એકદમ નવી વાત
ખેડૂતો સરકાર પર આરોપ લગાવી રહ્યા છે
યુવા ખેડૂતોએ જણાવ્યું કે, આ વર્ષે લગભગ દોઢ એકર જમીનમાં ડુંગળીનું વાવેતર થયું હતું. શાહુકાર પાસેથી ઉછીના લીધેલા. હવે અમને ડુંગળી પર એટલો ઓછો ભાવ આપવામાં આવ્યો છે કે અમારે જાતે જ ચૂકવણી કરવી પડશે. જાણકારોના મતે સરકાર માત્ર જાહેરાતો કરે છે પરંતુ અહીં જમીન પર સ્થિતિ ખરાબ છે. આ આર્થિક દમન અને લાચારીના કારણે ખેડૂતો મરી રહ્યા છે.