હવામાન વિભાગે કરી દઝાડતી આગાહી, માવઠાં બાદ હવે ગુજરાતીઓ 2 મહિના અસહ્ય ગરમી માટે તૈયાર થઈ જાઓ

Lok Patrika
By Lok Patrika
Share this Article

હવામાન વિભાગે ગુજરાત માટે નવી આગાહી કરી છે. માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી પડશે અને એ માટે લોકોએ તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે. ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આ અંગે માહિતી આપી છે, તેમણે જણાવ્યું કે, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા ગુજરાત માટે પણ આ રાહતના સમાચાર કહી શકાય. તો વળી આજે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની સંભાવના છે. પરંતું આ બાદ આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.

ગરમી વિશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો એટલો પ્રકોપ વધશે કે આગ ઝરશે. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે. ત્યારબાદ બધી બાજુ ગુજરામાં સતત ગરમીનું પ્રમાણ વધશે.

સાથે જ વાત કરીએ તો દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં આજે હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે, જે સમગ્ર માર્ચ મહિનામાં અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદથી પ્રભાવિત હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હી-NCR અને તેની આસપાસના પશ્ચિમ યુપીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા છે. આકાશ આંશિક વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની અપેક્ષા નથી. આ સાથે, તાપમાન મહત્તમ 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. દિલ્હી-એનસીઆરમાં 10-12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે.

IMD અનુસાર, દક્ષિણ ભારતમાં આગામી 3 દિવસ દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને કેરળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 7મી એપ્રિલે તેલંગાણામાં કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસના તાપમાનની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, ઉત્તર પૂર્વ ભારતના ભાગો, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.

ભારતના આ રાજ્યો પર મોટી આફત, આંધી તોફાન સાથે કરાનો વરસાદ થશે, નવી ઘાતક આગાહી જાણી ખેડૂતોની ઉંઘ હરામ

વાહ મોદી સરકાર વાહ, હવે CNG-PNGના ભાવમાં દર મહિને સીધો આટલો ઘટાડો થશે, વિદેશની જેમ ભારતમાં સાવ સસ્તુ મળશે

કોરોના બાદ ભારતના લોકોમાં ધડાધડ આ 8 બિમારી આવવા લાગી, એકથી એક ખતરનાક, તમને તો નથી થઈ ને?

દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યની નજીક છે. આગામી 5 દિવસ દરમિયાન, ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં 2-4 ° સે ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly