ગુજરાતમાં ક્યાં સુધી પડશે આવી જ કાલિત ઠંડી? હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી, જાણી લો હજુ કેટલા દિવસ ઠુઠવાવાનું છે!

Lok Patrika
Lok Patrika
6 Min Read
Share this Article

હાલમાં ગુજરાતમાં વાતાવરણ એવું છે કે ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં ખુબ વધારો થયો છે. લોકો ઠુઠવાઈ રહ્યા છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પવનની ગતિ 18 km પ્રતિ કલાકની છે. અમદાવાદમા સીઝનનું સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાના પણ અહેવાલ છે. તો નલિયામાં સૌથી ઓછા તાપમાન 2 ડિગ્રી સાથે કોલ્ડવેવ નોંધાયું. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે.

બે દિવસથી ખુબ ઠંડી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. જો કે કાતિલ ઠંડીથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે. દિલ્લીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઈ હતી. ભારે ધુમ્મસને કારમે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે 25થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્લી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે 0.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા સતત ચાર દિવસ સુધી બર્ફીલા પવન સાથે હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરી હતી.

જોકે વાતાવરણમાં પલટો આવતા અને એક દિવસમાં ઉતર ગુજરાત સહિત હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગગડી જતાં લોકો એ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં ગુરુવારે રેકોર્ડ બ્રેક ઠંડી પડી હોવાથી લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી નોંધાયું હોવાનું કહેવાય છે.

જનજીવન પર માઠી અસર

હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં નવા વર્ષના આગમન સાથે ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે કોલ્ડવેવ જેવું વાતાવરણ સર્જાયું હતું જેથી સતત ચાર દિવસ સુધી બર્ફીલા પવન સાથે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું.

બનાસકાંઠામાં પણ બરફ જોવા મળ્યો

ગુરુવારે માઈનસ 7 ડિગ્રી તાપમાન નોંધાતા વાહનો તેમજ પાણી ના પાત્રો માં બરફ જામી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાતિલ ઠંડી યથાવત રહેતા લોકો ના નિત્ય ક્રમ પર માઠી અસર જણાઈ રહી છે.

કાતિલ ઠંડી વચ્ચે માઉન્ટ આબુ સહિત બનાસકાંઠાના ડીસા તેમજ અંબાજી અમીરગઢ સહિતના ગામોમાં બરફ જામી ગયો હતો જ્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો ગરમ પાણી તેમજ તાપનાનો આશરો લેતા દિવસભર જોવા મળ્યા હતા

સતત 4 દિવસ શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું

માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે નવા વર્ષના આગમ સાથે સતત ચાર દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું અને શૂન્ય ડિગ્રી લઘુત્તમ તાપમાન નાધતા સહેલાણીઓ એ ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

માઉન્ટ આબુ માં સતત શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાતા બાદ ગુરુવારે રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાતા બાગ બગીચા સહિત બહાર પડેલા પાણી ના પાત્રો તેમજ વાહનો પર બરફ જામી ગયો હતો જ્યારે સહેલાણીઓ એ પણ કુલુ મનાલી જેવા માહોલ સર્જાતા ઠંડી ની મજા માણી હતી.

ઉત્તર ભારતના અન્ય વિસ્તારોની જેમ કાનપુરમાં પણ શીત લહેરોનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ કારણે હ્રદય રોગની સમસ્યા વધી રહી છે. ગુરુવારે જ કાનપુરની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 723 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા જેમાંથી 40થી વધુ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

કાનપુરમાં ઠંડીને કારણે 24 કલાકમાં 25 મોત

સાવચેતીના પગલા તરીકે તેને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો. હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ જણાવ્યું કે ગત દિવસે 723 દર્દીઓમાંથી 39 દર્દીઓના ઓપરેશન કરવાના હતા. એક દર્દીની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. તે જ સમયે, સારવાર દરમિયાન 7 લોકોના મોત થયા હતા.

શીત લહેરોનો પ્રકોપ વધતા હ્રદય રોગની સમસ્યા વધી

આ સાથે સમગ્ર શહેરમાં હાર્ટ અને બ્રેઈન એટેકના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 25 રહી છે. તેમાંથી 17 હૃદયરોગના દર્દીઓ કાર્ડિયોલોજીની ઈમરજન્સીમાં પણ પહોંચી શક્યા નથી. તેને ચક્કર આવ્યા, બેહોશ થઈ ગયા અને બહાર નીકળી ગયા. જાણકારોના મતે જાન્યુઆરી મહિનામાં તીવ્ર ઠંડી લોકોના દિલ અને દિમાગ બંને પર અસર કરી રહી છે. તબીબોનું કહેવું છે કે ઠંડીમાં અચાનક બ્લડ પ્રેશર વધી જવાથી બ્લડ ક્લોટીંગ એટલે કે નસોમાં લોહી ગંઠાઈ જવું. આ જ કારણ છે કે હાર્ટ એટેક અને બ્રેઈન એટેક આવી રહ્યા છે.

તીવ્ર ઠંડી લોકોના દિલ અને દિમાગ બંને પર અસર કરી

કાર્ડિયોલોજી વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર વિનય ક્રિષ્ના કહે છે કે કોલ્ડ વેવ દરમિયાન દર્દીઓને ઠંડીથી બચાવવું જોઈએ. જરૂર પડે ત્યારે જ બહાર નીકળો. કાન, નાક અને માથું ગરમ ​​કપડાંથી ઢાંકીને જ બહાર નીકળો. તે જ સમયે, ડોકટરોએ 60 વર્ષથી વધુ વયના લોકોને ઠંડા મોજામાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સાથે હૃદયરોગ ધરાવતા લોકોને રાત્રે હળવો ખોરાક લેવાની સલાહ આપવામાં આવી હતી. કારણ કે રાત્રે જ્યારે ઠંડી વધે છે ત્યારે હૃદય સુધી લોહી પહોંચવાનું કારણ આંતરડામાં પહોંચે છે, તેથી હળવો ખોરાક ખાવો જેથી કરીને વધુમાં વધુ લોહી હૃદય સુધી પહોંચી શકે.

 


Share this Article
Leave a comment