ગુજરાત રાજકારણનો ઈતિહાસ પલટી નાખ્યો, પહેલી વખત બધા ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, કુલ 9 ટીમો બની

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

Gujarat assembly session: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તા. 18 અને 19 ના એમ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે એ પહેલા જ એક બીજી વાત સામે આવી રહી છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી રહી છે અને જેમાં ધારાસભ્યો ક્રિકેટ રમતા જોવા મળશે.

આ મેચ વિશે વિગતે વાત કરીએ તો આગામી તા.20 તારીખે ધારાસભ્યોની ટુર્નામેન્ટ યોજાશે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાવાના છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બનાવવામાં આવી છે. આ મેચ તા.20મી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ મેચ ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં આમ જનતા જોવા જઈ શકશે કે કેમ એના અંગે કોઈ સ્પીષ્ટીકરણ સામે આવ્યું નથી.

અબજોપતિ હોવા છતાં જમીન પર બેસીને મુકેશ અંબાણી ખાય છે સાવ સાદું ભોજન, નીતા અંબાણીએ પોતે જ કર્યો ખુલાસો

VIDEO: ઋષભ પંતની પીઠ પરના ડાઘ ભૂંસાઈ રહ્યા છે, લાકડીની મદદથી સ્વિમિંગ પૂલની મજા માણી, ક્યારે પાછો ફરશે?

ઘણી ખમ્માં: આખું ગામ સાથે મળીને ગરીબ પરિવારના લગ્નનો ખર્ચો ઉપાડે, જાણો શું છે આદિવાસી સમાજની નોતરા પ્રથા?

અમિત શાહના નક્કી કરેલા પોગ્રામ વિશે વાત કરીએ તો પ્રાથમિક નક્કી થયેલા કાર્યક્રમ મુજબ તારીખ 18 ના મતવિસ્તારના યુવાન કાર્યકરો સાથે તેઓ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે બેઠક કરશે. આ સિવાય તેમના મતવિસ્તારના વિકાસ કામોની સમીક્ષા માટે અધિકારીઓની મહત્વની બેઠક બોલાવી છે એવું પણ કહેવામા આવી રહ્યું છે.


Share this Article
Leave a comment