કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News : ખાલિસ્તાની હરદીપ સિંહ (Hardeep Singh) નિજ્જર હત્યાકાંડના કારણે ભારત અને કેનેડાના (canada) સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના (Justin Trudeau) ખાલિસ્તાની નેતાની હત્યામાં ભારતીય સંડોવણીના ભારત સરકાર પર આરોપ લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં મોદી સરકારે કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે.

 

ભારતીય વિઝા પર રોક 

ભારતે કેનેડિયન નાગરિકો માટે આજે ભારતીય વિઝા પર રોક લગાવી દીધી છે. જેનો સીધો જ અર્થ એ થાય છે કે હાલમાં કોઈપણ કેનેડિયન નાગરિક ભારત આવી શકશે નહીં. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જે ભારતીયો કેનેડામાં રહે છે તેઓ શું સરળતાથી પોતાના દેશમાં પરત ફરી શકશે? આ સવાલ ઘણા ભારતીય પેરેન્ટ્સને મૂંઝવી રહ્યો છે. ભારતે કેનેડામાં તેના નાગરિકોને વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નફરતના ગુનાઓને કારણે “અત્યંત સાવધાની” રાખવાની સલાહ આપી દીધી છે.

 

 

ભારતીયો માટે અડવાઇઝરી

વિદેશ મંત્રાલય દ્વારા કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ અને દેશમાં પ્રવાસ કરવાની યોજના બનાવી રહેલા નાગરિકોને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરીમાં, જણાવ્યું હતું કે “ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરનારા” ભારતીય સમુદાયના સભ્યો સામે પણ ધમકીઓ મળી શકે છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ અનુસાર કેનેડામાં 230,000 ભારતીય વિદ્યાર્થીઓ અને 700,000 બિન-નિવાસી ભારતીયો છે. જેમાં ઘણા બધા ગુજરાતીઓ પણ છે. સેંકડો ગુજરાતી વિદ્યાર્થીઓ હાલ કેનેડામાં ભણવા અથવા તો વસવાટ કરવા માટે ગયા છે. તેઓને પણ આ અડવાઇઝરી સાવચેત કરે છે.

 


આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં, ધમકીઓથી ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે એવા લોકો છે કે જે ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. કેનેડાની ધરતી પરથી કાર્યરત ખાલિસ્તાન તરફી તત્વો સામે કાર્યવાહી કરવા માટે કેનેડિયન પક્ષની કથિત ઉદાસીનતાના કારણે બંને દેશો વચ્ચેનો સંબધ બગડ્યો હતો. બંને દેશો વચ્ચે સતત બગડતા દ્વિપક્ષીય સંબંધોને આ એડવાઈઝરી પ્રતિબિંબિત કરે છે.

 

સોમી અલીનો ચોંકાવનારો ખુલાસો! સલમાન ખાનના પિતા સલીમે કર્યું તેની માતાનું શોષણ, કહ્યું- કેટરિના કૈફ પણ..

બીજેપી સાંસદ ગૌતમ ગંભીર શાહરૂખ ખાનનો મોટો ફેન બન્યો, ફોટો શેર કરીને લખ્યું – તમારી પાસેથી ઘણું શીખવાનું છે!

Breaking: બોલિવૂડને સૌથી મોટો ફટકો, 3 ઈડિયટ્સના અભિનેતાનું નિધન, બહુમાળી ઈમારત પરથી પડતા મોત

 

 

એડવાઈઝરીમાં જણાવાયું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે વારંવાર માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે”. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે “કેનેડામાં આવી ઘટનાઓ જોવા મળે તેવા પ્રદેશો અને સંભવિત સ્થળોની મુસાફરી કરવાનું ટાળો”.

 

 


Share this Article