ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો, ઠંડી પણ નહીં વધે અને માવઠું પણ નહીં પડે… જાણો હવામાન વિભાગની નવી આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : હાલ ગુજરાતમાં બેવડું વાતાવરણ ચાલી રહ્યું છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીના ચમકારા જોવા મળી રહ્યા છે, જ્યારે બપોર પછી ગરમી છે. આ સમયે રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ સુધી રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. આ સાથે જ વાતાવરણ પણ શુષ્ક રહેવાની આશા છે. અમદાવાદ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલી અને બાકીના ગુજરાતમાં હવામાન સૂકુ રહેશે તેમ પણ જણાવ્યું છે.

 

 

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુરુવારે બપોરે આપેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 32થી 35 ડિગ્રી રહેવાની શક્યતા છે. આથી લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બહુ ફેરફાર થયો નથી.

 

તેમણે એમ પણ કહ્યું હતું કે, બેથી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ એક ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે તેમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ ગુજરાતથી દૂર છે. તેની ગુજરાત પર ખાસ અસર પડે તેવી શક્યતા ઓછી છે.

 

 

આ સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5થી 12 નવેમ્બર સુધી બંગાળની ખાડીમાં હળવા દબાણની શક્યતા રહેશે. આ દરમિયાન અરબ સાગરમાં હવાનું થોડું દબાણ પણ બની શકે છે. બંગાળની ખાડીમાં 16થી 24 નવેમ્બર સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદની સંભાવના રહેશે. આ સમય દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે.

 

સેમી ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાનું છેલ્લું ટેન્શન પણ સમાપ્ત થયું, રોહિત શર્માની ખુશીનો કોઈ પાર નથી

ભગવાન વિષ્ણુનો આઈડિયા બનાવશે અદાણી અંબાણી જેવા ધનવાન, આ 4 કામ કરો એટલે ધનનો વરસાદ થશે

…અને આજથી આ 5 રાશિઓ પર થશે અઢળક પૈસાની વર્ષા, આખો મહિનો આડેધડ નોટો જ છાપવાની

 

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર જોવા મળી હતી અને અલ નીનોની અસર માર્ચ સુધી રહેવાની શક્યતા છે. આજે સવારે ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેશે. મહત્તમ તાપમાન ઉંચુ રહેશે. ખાસ કરીને ઘઉંની ખેતી માટે 15 નવેમ્બરથી ઠંડીનું વાતાવરણ સારું માનવામાં આવે છે.

 

 


Share this Article