પતિ અરવિંદને છોડીને પાકિસ્તાન પહોંચેલી અંજુ આ દિવસોમાં ભારત અને પાકિસ્તાન બંનેમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ અંજુએ ત્યાં ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા, પરંતુ હવે તેનું વલણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. અંજુએ હવે ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા સાથે વાત કરતાં અંજુએ કહ્યું, ‘મેં શું વિચાર્યું હતું અને શું થયું… મેં પણ ઉતાવળમાં ભૂલ કરી છે…’ તેણે કહ્યું, ‘મારે મીડિયાનો સામનો કરવો છે, સવાલોના જવાબ પણ આપવા છે.’
અંજુએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન અંજુએ કહ્યું કે તે ભારત આવવા માંગે છે. એક ફોન ઈન્ટરવ્યુમાં અંજુએ કહ્યું, ‘અહીં બધુ જ સકારાત્મક છે. બધા જાણે છે કે હું કયા પ્લાનિંગ સાથે આવી હતી, પણ હું શું વિચારતી હતો અને શું થયું. મારાથી પણ ઉતાવળમાં કેટલીક ભૂલ થઈ. અહીં (પાકિસ્તાનમાં) જે કંઈ થયું છે, ત્યાં (ભારતમાં) મારા પરિવારનું ઘણું અપમાન થયું છે. આના કારણે હું ખૂબ જ દુઃખી છું.
અંજુએ કહ્યું- હું બાળકોને મિસ કરી રહી છું
આ વાતચીતમાં અંજુનું તેના બાળકો પ્રત્યેનું લગાવ પણ દેખાતું હતું. તેણે કહ્યું, ‘બાળકોના મનમાં પણ મારા વિશે એક ઈમેજ હશે, તેથી હું ત્યાં જવા માંગુ છું. હું ભારતીય મીડિયાના પ્રશ્નોનો સામનો કરવા માંગુ છું, કારણ કે મારી પાસે તેમના પ્રશ્નોના જવાબો છે. અંજુએ કહ્યું, ‘હું જણાવવા માંગુ છું કે પાકિસ્તાન આવવું તેનો અંગત નિર્ણય હતો અને પાકિસ્તાનમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું નથી. તેને સારી રીતે રાખવામાં આવી રહી છે. અંજુએ કહ્યું કે તે ભારતમાં રહેતા તેના બાળકોને પણ મિસ કરી રહી છે અને તેમને મળવા માંગે છે.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
અંજુ માટે હવે ભારત પરત આવવું કેમ મુશ્કેલ છે?
ઉલ્લેખનીય છે કે, અંજુ એક મહિનાના વિઝા પર ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. ત્યાં તેમનું રોકાણ વિઝાની મુદત સુધી જ માન્ય હતું, પરંતુ આ દરમિયાન પાકિસ્તાન સરકારે અંજુના વિઝાને એક વર્ષ માટે લંબાવ્યો છે. આ પછી અંજુને ભારત પરત ફરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તે તેના બીજા પતિ નસરુલ્લા સાથે જોવા મળી રહી છે.