ભાગ્યે જ કોઈ અન્ય ભારતીય ટીવી શો ‘રામાયણ’ જેટલો લોકપ્રિય છે, જે તેના પ્રથમ ટેલિકાસ્ટના 35 વર્ષ પછી પણ પ્રેક્ષકોને મોહિત કરે છે. આ સિરિયલે દર્શકોને જણાવ્યું કે કેવી રીતે દેવતા અને દાનવો માનવ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. દર્શકો ‘રામાયણ’ સિરિયલથી એટલા અભિભૂત થઈ ગયા હતા કે તેઓ તેના પાત્રોને ભગવાનની જેમ પૂજતા હતા. આજે પણ કેટલાક લોકો રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. સીરીયલમાં, ભગવાન હનુમાન સહિત અન્ય પાત્રો ભજવનાર કલાકારોને સામાન્ય દર્શકો દ્વારા ભગવાન માનવામાં આવતા હતા, જોકે આમાંથી 6 કલાકારો હવે આપણી વચ્ચે નથી.
દારા સિંહે રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી. તેઓ આજે પણ લોકોના દિલમાં વસી ગયા છે. અભિનેતાએ 12 જુલાઈ 2012ના રોજ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
‘રામાયણ’માં મેઘનાથનું પાત્ર ભજવનાર વિજય અરોરાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2007માં કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું.
ચંદ્રશેખર વૈદ્યએ ‘રામાયણ’માં રાજા દશરથના મહાસચિવ સુમંતનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. તેમણે વર્ષ 2021માં અંતિમ શ્વાસ લીધા હતા. તેણે જુનિયર કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.
અરવિંદ ત્રિવેદીએ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને તેને જીવંત કર્યું. તેમણે 6 ઓક્ટોબર 2021ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વાસ્તવિક જીવનમાં ભગવાન રામના પરમ ભક્ત હતા.
‘રામાયણ’માં રાવણના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ રાવલ પુત્રના મૃત્યુથી ભાંગી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2016માં ટ્રેનની અડફેટે આવીને તેનું મોત થયું હતું.
આ પણ વાંચો
અમિત શાહની ભવિષ્યવાણી… નરેન્દ્ર મોદી બનશે સતત ત્રીજી વખત PM, ભાજપ કેટલી સીટો જીતશે એ પણ જણાવ્યું
જેઠાલાલ ભલે ખડખડાટ હસાવતા હોય, પરંતુ એમની કહાની સાંભળીને તમે ચોધાર આંસુએ રડશો, જાણો એકદમ નવી વાત
‘રામાયણ’માં રાણી કૈકેયીની દાસી મંથરાની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી લલિતા પવારે ભજવી હતી. તેમનો અભિનય એટલો જોરદાર હતો કે લોકો ખરેખર તેમને મંથરા તરીકે સમજવા લાગ્યા. તેમણે 1998માં અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સરથી પીડિત હતી.