રાજકોટમાંથી હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ ખાતેથી SOG પોલીસે MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક પોલીસની તૈયારી કરતી યુવતિને ઝડપી પાડી હતી. આ યુવતિ અગાઉ પણ તેના પૂર્વ પતિની સાથે ડ્રગ્સ લેતા પણ પોલીસના હાથે ઝડપાઇ ચૂકી છે. ત્યારબાદ તેણીએ સુધરી જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી અને પોલીસમાં ભરતી થવાની પણ પોતાની ઈચ્છા દર્શાવી હતી. આ બધું સાંભળીને પોલીસ દ્વારા આ માટે તેણીની મદદ પણ કરવામાં આવી હતી.
પરંતુ કહેવાય છે કે નશેડી લોકોનો કોઈ ભરોસો કરવો નહીં, બસ આ વખતે પણ કંઈક એવું જ થયું અને આ યુવતિ ફરીવાર 12.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે એસઓજીનાં હાથે ઝડપાઇ છે. અને તેણીએ નામચીન જલ્લાલુદીન પાસેથી દ્રગ્સ મેળવ્યું હોવાની પણ કબૂલાત કરતા એક નવો માર્ગ મોકળો થયો છે. હવે આ ખુલાસા બાદ પોલીસે જલ્લાલુદીનને ઝડપી લેવા પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી છે. કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અમી દિલીપ ચોલેરા ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે આવી જેવી જ માહિતી મળી કે તરત જ એસઓજીનાં સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે પોતાની બાજ નજર રાખી દીધી હતી.
Budget 2023: બજેટથી શેરબજારમાં ધમધમાટ, આ શેરોએ બતાવી તેજી, જો કે અદાણીને તો પીલુડાં જ પાડવાના રહ્યાં
હવે બન્યું એવું કે આ સમય દરમિયાન જ પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી જ ડ્રગ્સની બીજી પડીકી મળી આવી હતી. અમી પાસેથી મળેલી પડીકીમાં ડ્રગ્સ હોવાની આશંકા હોવાથી પોલીસે એફએસએલ ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. અને એફએસએલની ટીમે જપ્ત થયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારે હાલમાં આ કેસની ભારે ચર્ચાઓ થવા લાગી છે અને હજુ પણ વધારે માત્રામાં ડ્રગ્સ પકડાઈ તેવી માહિતી સામે આવી શકે છે.