અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે, અને આ સાથે જ છેલ્લા થોડા દિવસથી ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની ધોધમાર બેટિંગ ચાલી રહી છે. એવામાં હાલ જ હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી 

ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે  આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના છે.

18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા

અંબાલાલ પટેલે આગળ કહ્યું કે, ખેડૂતોએ વરાપ કરીને વાવેતર કરવું હિતાવહક છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ઓક્ટોબરે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે,  સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે.

તો શું વર્લ્ડકપ ફાઇનલ પર સંકટના વાદળ છવાશે?

અંબાલાલ પટેલની આ આગાહી સાંભળીને ક્રિકેટ ના ચાહકો  ચિંતામાં મુકાયા છે. હવે વાત એમ છે કે ભારત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબર 2023થી પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે, એવામાં જોવાનું રહ્યું કે વર્લ્ડકપ ફાઇનલના દિવસે મોસમનો મિજાજ કેવો રહેશે?

 

IPL ફાઇનલમાં પણ વરસાદ બન્યો  વિલન

આ વાત તો જાણીતી જ છે કે IPL 2023ની ફાઇનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. IPLની ફાઇનલ મેચ વરસાદને કારણે બીજે  દિવસે રમવામાં આવી હતી. એ મેચમાં પણ વરસાદ વિલન બન્યો હતો અને મેચની ઓવર ઘટાડવામાં આવી હતી. જણાવી દઈએ કે IPL 2023 ની એ ફાઇનલ મેચ ચેન્નઈ સુપરકિંગ્સે જીતી હતી.

વર્લ્ડ કપની 5 ઓક્ટોબરથી  શરૂઆત

ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે, અને ફાઈનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી  સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 9 ICC મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ પાસે હવે ઘરે રહીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતે વર્ષ 2011માં ઘરે જ વર્લ્ડ કપ જીત્યો હતો. ફરી એકવાર ઈતિહાસ દોહરાવવા માટે ભારતીય ટીમે ખૂબ જ મહેનત કરવી પડશે. અહીંયા વર્લ્ડ કપ શેડ્યૂલની પાંચ બાબતો વિશે જણાવવામાં આવ્યું છે.

ભારતનો વર્લ્ડ કપ શેડ્યૂલ

8 ઓક્ટોબરના રોજ વન ડે વર્લ્ડ કપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે.

પાકિસ્તાનને ICC શેડ્યૂલ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને બે મેચમાં જગ્યા બદલવાની માંગ કરી હતી. ભારત ચેન્નઈ અને ઓસ્ટ્રેલિયામાં અફઘાનિસ્તાન સામે મેચ રમવા માંગતી નહોતી.પાકિસ્તાનની ટીમ ભારત સાથે અમદાવાદમાં રમવા માંગતી નહોતી, પરંતુ ICCએ પાકિસ્તાનની વાત સાંભળી નહોતી.

ICC વર્લ્ડ કપ 2023 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં જ રમાવામાં આવશે. રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ તમામ 10 ટીમ કુલ 9 લીગ મેચ રમશે. ટોપ 4માં જે ટીમ આવશે તે ટીમ સેમિફાઈનલ માટે રમશે.

વનડે વર્લ્ડ કપ પહેલી સેમિફાઈનલ મેચ 15 નવેમ્બરના રોજ મુંબઈમાં અને બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરના રોજ કોલકત્તામાં રમવામાં આવશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર

LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે

વર્લ્ડ કપ સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદ અથવા અન્ય કારણોસર નોક આઉટ મેચ નક્કી કરેલ દિવસે રમવામાં નહીં આવે તો મેચ આગામી દિવસે રમવામાં આવશે. તમામ નોક આઉટ મેચ ડે નાઈટ હશે, તે મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.


Share this Article