Gujarat weather report : આજે રાજ્યભરમાં નવરાત્રીના (navratri) પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (ambalal patel) રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અગાઉ ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદને કારણે ખેલાડીઓનો રંગ ખોરવાયો. તો ચાલો જાણીએ આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી માહોલની આગાહી રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 16 ઓક્ટોબરે કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે.તેમના મતે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહિસાગર અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે.
બીજી તરફ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, ગંભીર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસમાં દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, મોસમનું આ પ્રથમ ગંભીર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે.
આઈએમડીના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17, 18, 19 અને 20 ઓક્ટોબરે વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
તે જ સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શનિવારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે 16 અને 17 ઓક્ટોબરના રોજ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ દિવસોમાં અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
આ પહેલા ઉત્તરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. દાહોદમાં વરસાદને કારણે ખેલૈયાઓના ગરબામાં ખલેલ પડી હતી. આ સાથે અરવલીમાં પણ વરસાદી માહોલ જારી રહ્યો છે. અરવલ્લીના મેઘરજ ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જારી રહ્યો હતો. તાલુકાના કંભોરડા, ખપલોડા, પીસાલ, શાંતિપુરકંપા અને રાજપુરમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં ઉગેલા મકાઈ, સોયાબીન અને મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના છે.
મહીસાગરમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો.ખાનપુર તાલુકાના નરોડા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત અરવલીના મોડાસા પંથકમાં પણ મેઘરાજાએ મહેર બોલાવી છે.મોડાસાના શિનવાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારો સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.જેથી જગતના તાતના લોકો પણ ચિંતિત બન્યા હતા.કારણ કે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના છે.
અંબાલાલની દિલમાં ધ્રાસકો પાડી નાખે એવી આગાહી, એકસાથે બે-બે વાવાઝોડાનો ભયંકર ખતરો, જાણી લો તારીખ-સમય
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
અરવલ્લી જિલ્લાના અનેક તાલુકાઓમાં મુશળધાર વરસાદ થયો હતો.સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માલપુર, મોડાસા અને મેઘરાજમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.મેઘરાજના રામગઢી, ભુતિયા, લીંબોદરામાં વરસાદ પડ્યો હતો.માલપુરના ગોવિંદપુરા, સજ્જનપુરા, જીતપુરા પરગણા તેમજ મોડાસાના માલપુર રોડ, આનંદપુરા, ડુગરવાડામાં ભારે વરસાદ થયો હતો.સોયાબીન અને પાક. વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે.