રાજકોટમાં થોડા દિવસ અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે ક્રિકેટ રમતી વખતે એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતુ. જીગ્નેશ ચૌહાણ નામનો યુવક રેસકોર્સ ખાતે ક્રિકેટ રમતો હતો અને જીવનની જ મેચ હારી ગયો હતો. ત્યારે રાજકોટમાં વધુ એક કમકમાટી ભર્યા કિસ્સો સામે આવ્યો છે. કુદરતી હાજતે ગયેલા 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
વિગતો મળી રહી છે કે બાથરૂમનો દરવાજો ખખડાવતા નિલેશે દરવાજો ન ખોલતા દરવાજો તોડ્યો ત્યારે ઘટના સામે આવી હતી. વહેલી સવારે મૃતકના પિતાએ દરવાજો તોડીને તેને બહાર કાઢ્યો હતો. સિવિલ હોસ્પિટલે ખસેડાતા તબીબે નિલેશને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
H3N2 વાયરસનો આવા બાળકો પર સૌથી ઘાતક ખતરો, જાણો કઈ રીતે ઓળખી શકાય, બચવાના ઉપાય પણ આ રહ્યાં
ભલે મોઢા પર સ્માઈલ રાખે પણ અદાણીને હિડનબર્ગના કારણે થયું છે જોરદાર નુકસાન, કેટલીય કંપનીઓ વેચવા કાઢી
હાલમાં આ દુખદ સમાચારને લઈ પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો છે. કમકમાટી ભર્યા કિસ્સાથી સમગ્ર પંથકમાં ગમગમીન માહોલ છવાયો છે. યુવક બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો જેને બાથરૂમનો દરવાજો તોડી બહાર કઢાયો હોવાના સમાચાર હાલમાં આખા ગુજરાતમાં સમાચારનો વિષય બન્યો છે.