RBI એક્શન મોડમાં, બે બેન્કોના લાઈસન્સ રદ્દ કરી નાખ્યા, તમામ પ્રકારની લેવડ-દેવડ જ બંધ, તમારું ખાતું નહોતું ને?

Desk Editor
By Desk Editor
Share this Article

Cooperative Banks License : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ના નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં એચડીએફસી અને એચએસબીસી બેન્ક પર દંડ ફટકાર્યા બાદ હવે આરબીઆઇએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કાર્યરત બે સહકારી બેન્કોના લાઇસન્સ રદ કર્યા છે. વળી, 5 જુલાઈ 2023ના રોજ લાઈસન્સ રદ થયા બાદ બંને બેંકોને કોઈ બેન્કિંગ બિઝનેસ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

કોઈપણ પ્રકારની ડિપોઝીટ સ્વીકારી શકશે નહીં

મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક  અને બેંગલુરુ સ્થિત સુશ્રુતિ સૌહરદા સહકાર બેંક રેગ્યુલરિટીના બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર કારોબાર બંધ થયા બાદ બંને બેંકો કોઈ પણ પ્રકારની ડિપોઝીટ સ્વીકારી શકશે નહીં અને ન તો ગ્રાહકોને ડિપોઝીટની રકમ આપી શકશે.

 

 

પૈસા જમા કરાવનારનું શું થશે?

બંને સહકારી બેંકોની પૂરતી મૂડી અને આવકની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે કમિશનર ઓફ કોઓપરેટિવ્સ અને રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, મહારાષ્ટ્રને બેંક બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ જારી કરવા જણાવ્યું છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) પાસેથી રૂ.૫ લાખની મર્યાદા સુધીની તેમની ડિપોઝિટની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્લેઇમની રકમ મેળવવા માટે હકદાર બનશે.

 

જાવ મોજ કરો: પેટ્રોલ પર કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત, 15 રૂપિયા પ્રતિ લિટરમાં મળવા લાગશે પેટ્રોલ

પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ

અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા

 

બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 97.60 ટકા થાપણદારો ડીઆઈસીજીસી પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. આરબીઆઈએ કહ્યું કે, જો મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેંકને બેંકિંગ બિઝનેસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો તેનાથી જનહિત પર અસર પડશે. આગામી સમયમાં બેન્ક હાલની નાણાકીય સ્થિતિ સાથે તેના ખાતેદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં અસમર્થ રહેશે.

 

 


Share this Article