જસ્ટિન ટ્રુડોથી કેનેડા હાથમાં નથી રહેતું, કાયદો અને વ્યવસ્થા લથડી, ચારેબાજુ ગોળીબાર, પોલીસ જનતા સામે લાચાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News : ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં ( Canada) સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કેનેડામાં પોલીસ ભરતી પણ બંધ કરી દેવામાં આવી છે કારણ કે દેશમાં પૈસાની અછત છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રુડોએ (Justin Trudeau) જ્યારથી પીએમ ઓફિસમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી કેનેડામાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે. સરે, એવરસ્પોર્ટ જેવા વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે, અને કોઈ પણ અવિકસિત દેશની જેમ દેશમાં પણ દર ત્રણ-ચાર દિવસે ગોળીબારની ઘટનાઓ બને છે.

 

યુક્રેન યુદ્ધમાં નાણાંનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.

અહીંની પોલીસ કેનેડામાં દેખાવો રોકી શકતી નથી કારણ કે તેમની પાસે જરૂરિયાત કરતા વધુ કામનું ભારણ છે. પૈસાના અભાવે કેનેડા પોતાના પોલીસ વિભાગમાં ભરતી કરી શકતું નથી. સરેમાં તેમને 1,500 પોલીસકર્મીઓની જરૂર છે, પરંતુ તેમની પાસે માત્ર 500થી 600 જ સ્ટાફ છે. તમામ નાણાં નિયમિત ધોરણે રશિયા સામેના યુક્રેન યુદ્ધમાં રોકવામાં આવી રહ્યા છે.

કેનેડા નાદારીની અણી પર

સૂત્રોના જણાવ્યા અનુસાર પૈસાના અભાવે દેશનો બેન્ક રેટ ઘણો ઊંચો છે અને લોકો પાછા ચૂકવવામાં અસમર્થ છે અને આ રિપેમેન્ટ એક મુદ્દો છે અને આખરે ખરાબ લોન અને નાદારી તરફ દોરી જાય છે. યુક્રેન યુદ્ધને કારણે ભાડામાં ચાર ગણો વધારો થયો છે.

 

 

લોકો ડ્રગ્સના વેપાર અને લૂંટમાં સામેલ થઈ રહ્યા છે.

કેનેડામાં લઘુત્તમ વેતન માત્ર 16 ડોલર છે અને તેના કારણે પૈસા કમાવવા અશક્ય બની ગયા છે. એટલું જ નહીં પૈસાના અભાવે લોકો નશાના વેપાર અને લૂંટમાં પણ લાગી રહ્યા છે. ભારતે વિઝા પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ કેનેડાના વિરોધ પક્ષો ખુશ છે કે આ પછી તેઓ તેમના માટે રસ્તો બનાવશે અને તુષ્ટિકરણ બંધ થઈ જશે.

 

બજારમાં માત્ર ટામેટાં જ ટામેટાં થઈ ગયા, ખેડૂતો રસ્તા પર ફેંકવા મજબૂર, ભાવ આકાશથી સીધા ખીણમાં

 ભારત માટે બેવડો ખતરો વધ્યો! પાકિસ્તાને પણ ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું, સાથે મળીને કંઈક નવા જૂની કરશે

આ સુંદરી કોઈ અભિનેત્રી કે મોડેલ નથી પણ એક IAS ઓફિસર છે, છાતી ચીરનારો સંઘર્ષ કરીને પહોંચી આ મૂકામ પર

 

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની “સંભવિત” સંડોવણી હોવાનો આક્ષેપ કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. 19 સપ્ટેમ્બરના રોજ, ભારતે આ આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” તરીકે નકારી કાઢ્યા હતા અને કેનેડા દ્વારા આ કેસમાં ભારતીય અધિકારીની હકાલપટ્ટીનો બદલો લેવા માટે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.

 

 

 


Share this Article