5,4,3,2,1…. અને નવા વર્ષની ઉજવણી શરૂ, ચારેકોર આતિશબાજી, આકાશે જાણી નવરંગી સાડી પહેરી હોય એવો નજારો, જુઓ VIDEO

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

વિશ્વમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડમાં વર્ષ 2023નું સ્વાગત ફટાકડા અને ડાન્સ સાથે કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડથી સામે આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો નવા વર્ષની ખુશીમાં નાચતા અને ગાતા જોવા મળે છે.

બીજી તરફ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સિડનીના ઓપેરા હાઉસ ઉપર આતશબાજી કરવામાં આવી હતી. આ નજારો જોવા માટે હજારો લોકો રસ્તા પર આવી ગયા હતા. આ ફટાકડા દૂર દૂરથી પણ સરળતાથી જોઈ શકાય છે. મધ્યરાત્રિના મુખ્ય પ્રસંગના ત્રણ કલાક પહેલા અહીં આવા ફટાકડા ફોડવાની પરંપરા છે.

સૌથી પહેલા ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જોરથી ફટાકડા ફોડીને લોકોએ 2022ને અલવિદા કહ્યું અને નવા વર્ષ 2023ની શરૂઆત કરી. ખરેખર, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ નવું વર્ષ (2023) સૌથી પહેલા શરૂ થયું. આ દરમિયાન, ઓકલેન્ડના પ્રખ્યાત સ્કાય ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવે છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અહીં ફટાકડા કરવામાં આવે છે. જ્યારે ભારતમાં સાંજના લગભગ 4:30 વાગ્યા છે, ત્યારે અહીં રાતના 12 વાગ્યા છે.


Share this Article
Leave a comment