નવા મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય લોકોને મોંઘવારીનો નવો આંચકો લાગ્યો છે. સરકારી ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજે રવિવાર, 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. રાહતની વાત એ છે કે આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજથી આ ગ્રાહકો પર બોજ વધ્યો
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,691.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મતલબ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે.
નવીનતમ વધારા પછી આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,802.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મુંબઈના લોકોને હવે આ મોટા સિલિન્ડર માટે 1,644 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,855 રૂપિયા હશે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ચાર મહિનાથી સતત ઘટાડો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે છેલ્લા બે મહિનાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ પહેલા 1 જુલાઈએ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.