Politics News: ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટ માટે શુક્રવારે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ પ્રતાપ સિંહે ઉમેદવારી નોંધાવી હતી આ પહેલા સપા અને ભાજપ સામસામે આવી ગયા હતા. એટલું જ નહીં, એક જગ્યાએ રાહુલ ગાંધી પાછા જાઓ એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા..
બંને જૂથો સૂત્રોચ્ચાર દ્વારા એકબીજાને તાકાત બતાવી રહ્યા હતા. પોલીસે બંને પક્ષના કાર્યકરોને અલગ કર્યા હતા. શહેરના ડિગ્રી કોલેજ ચોક પાસે સપા અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ઝંડા લઈને જય શ્રી રામ અને અખિલેશ યાદવ ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
#WATCH | Raebareli, Uttar Pradesh: BJP workers raise slogans of 'Rahul Gandhi wapas jao' at Congress leader and party candidate from Raebareli Rahul Gandhi pic.twitter.com/uzq5V5N3NK
— ANI (@ANI) May 3, 2024
ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના નેતા અને રાયબરેલીના પક્ષના ઉમેદવાર રાહુલ ગાંધી પર ‘રાહુલ ગાંધી પાછા જાઓ’ના નારા લગાવ્યા હતા. જ્યારે રાહુલ ઉમેદવારી નોંધાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નોમિનેશન વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હાજર હતા.