VIDEO: અત્યાર સુધીનો સૌથી ખતરનાક નજારો, આ ગામ પર એકાએક થવા લગ્યો આગનો વરસાદ, જ્યાં જુઓ ત્યાં ઉપરથી પડી રહ્યા છે આગના ગોળા

Lok Patrika
By Lok Patrika
Share this Article

યુદ્ધ લડી રહેલા દેશના એક ગામનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ગામ ઉપર ‘આગનો વરસાદ’ જોવા મળી રહ્યો છે. ચારે બાજુથી અગનગોળા પડી રહ્યા છે. ઘર, દુકાન, રસ્તા, દરેક જગ્યાએ આકાશમાંથી આગ વરસી રહી છે. જેણે પણ આ ભયાનક દ્રશ્ય જોયું તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 12 સેકન્ડની આ ક્લિપમાં ગામની ઉપર ‘રેઈન ઓફ ફાયર’ જોઈ શકાય છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ 9M22С શેલ્સના હુમલાના ફાયરબોલ્સ છે. આ ઘટના યુક્રેનના એક ગામની છે.

આ વીડિયો યુક્રેનના સાંસદ રોમન હ્રીશચુકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે રશિયન સૈન્યએ તેના 9М22С હથિયારનો ઉપયોગ કરીને ડોનેત્સ્ક પ્રાંતના ઓઝર્નમાં એક ગામ પર ગોળીબાર કર્યો હતો. 9M22С એક એવું શસ્ત્ર છે, જેને આગના વરસાદી ગોળા બનાવીને ફાયર કરી શકાય છે. 9M22S શેલ સામાન્ય રીતે BM-21 ‘Grad’ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ જેવા વાહનો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તે ‘ઉશ્કેરણીજનક’ હથિયાર તરીકે ઓળખાય છે. આના દ્વારા, દુશ્મન અને તેના સાધનોને મોટા પ્રમાણમાં આગ દ્વારા અથવા સીધા પ્રહાર દ્વારા નષ્ટ કરી શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુક્રેનના ગામ પર અગણિત અગનગોળા પડી રહ્યા છે. આ આગ ગામની દરેક ઈમારત, શેરી, વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ રહી છે. ઘણા લોકોએ તેને ‘અગ્નિનો વરસાદ’ ગણાવ્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ આ વીડિયો શેર કર્યો છે. મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયન 9M22S દ્વારા કરવામાં આવેલા હુમલાથી ગામમાં ભારે વિનાશ થયો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે હજારો લોકોના મોત થયા છે. સમગ્ર વિશ્વની નજર આ દેશો પર ટકેલી છે. અહેવાલો અનુસાર, જે ગામ પર આગલા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો હતો તે ગામને તાજેતરમાં રશિયન કબજામાંથી મુક્ત કરવામાં આવ્યું હતું.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly