સુરતની એક શિક્ષિકાનો કિસ્સો સામે આવ્યો છે અને શાદી ડોટ કોમ પર રજિસ્ટ્રેશન કરીને તે ભારે પછતાઈ રહી છે. ત્યારે હવે ઓનલાઈન લાઈફ પાર્ટનર શોધનારા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો ગણવામાં આવી રહ્યો છે. સુરતની શિક્ષિકાને શાદી ડોટ કોમ પર રજીસ્ટ્રેશન કરાવવું ભારે પડ્યું એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે લંડનના ડોક્ટરના નામે શિક્ષિકા સાથે 17.48 લાખની છેતરપિંડી કરી લીધી છે.
બન્યું એવું કે લંડનના ડો.પ્રશાંત પીટરના નામે ગઠીયાએ શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો. પછી એવી ચાલ ચાલી કે ગઠીયાએ દિલ્લી એરપોર્ટ પર લંડનના DDને રૂપિયામાં કનવર્ટ કરવાના નામે પૈસા પણ પડાવી લીધા અને જુદી જુદી સર્વિસના ચાર્ડના બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે તે શિક્ષિકાને લૂંટતો જ રહ્યો અને આખરે એક દિવસ ભાંડો ફૂટી ગયો.
જો કે આ શખ્સે પ્લાન એવો કર્યો કે ગઠીયો પોતાના પરિવાર સાથે ઇન્ડિયા આવી રહ્યાની કરી હતી વાત કરતો રહ્યો અને શિક્ષિકાએ પણ વાતમાં આવી જઈ ધડાધડ રૂપિયા ટ્રાન્સફર કરતી રહી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતાં શિક્ષિકાએ સુરત સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ છે. પરંતુ હવે એ ફરિયાદ કરવામાં ખુબ મોડું થઈ ગયું છે.