મિનેશ પટેલ ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ): દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે બીજા રાષ્ટ્રપતિ કરતાં એક મહાન શિક્ષક અને ફિલોસોફર તરીકે વધુ જાણીતા એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને દેશભરમાં ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી પોંખાનારાઓમાં અમદાવાદની કુબેરનગર હિન્દી શાળા નં- 1ના શિક્ષક શ્રી ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારંભ અમદાવાદમાં યોજાશે, જેમાં શિક્ષણ અને શૈક્ષણિક સાહિત્ય ક્ષેત્રે મહામૂલું યોગદાન આપનારા ડૉ. પ્રેમસિંહને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ – 2024’ એનાયત થશે.
ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિય એક ભાષા શિક્ષક હોવાની સાથોસાથ સાહિત્યકાર, લેખક, સંશોધક અને વક્તા પણ છે. 33 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે શિક્ષણ, સાહિત્ય, સંશોધન સહિતનાં ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકનું ખેડાણ કરેલું છે. હિન્દી અને સંસ્કૃત વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, પીટીસી અને બી.એડ સહિત હિન્દી વિષયમાં પી.એચડી. કરેલું છે.
હિન્દી અને સંસ્કૃત ભાષામાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ડૉ. પ્રેમસિંહે ISBN(ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર) માનાંક ધરાવતા 6 પુસ્તકોનું લેખન કાર્ય, 3 પુસ્તકોનું સંપાદન કાર્ય સહિત 11 જેટલાં પુસ્તકોમાં સમીક્ષક, ભાષાશુદ્ધિ તથા અનુવાદક તરીકે મહામૂલું યોગદાન આપેલું છે.
ડૉ. પ્રેમસિંહે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં લેખન અને સંપાદન સમિતિમાં ધોરણ ધો 1થી 12ના વિવિધ વિષયોમાં લેખન અને સંપાદન સમીક્ષક, અનુવાદક, પરામર્શક, ભાષાશુદ્ધી નિષ્ણાત તરીકે કાર્ય કરેલું છે. આ ઉપરાંત, તેઓએ ગુજરાત સરકારના વિવિધ લાઈવ કાર્યક્રમ, ટીવી લેક્ચર સહિત BAISAG(બાયસેગ) ગાંધીનગરમાં શૈક્ષણિક વ્યાખ્યાનો આપેલાં છે.
માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં ધો 10 અને 12માં હિન્દી વિષયના પાઠ્યપુસ્તકોની બૂક રિવ્યૂ સમિતિમાં પણ ડો. પ્રેમસિંહનું યોગદાન છે. એટલું જ નહિ, ISSN( ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર) માનાંક ધરાવતી વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકીય પત્રિકાઓ/સામયિકોમાં તેમના 72 સંશોધનલેખ પ્રકાશિત થયેલા છે તેમજ ISBN માનાંક ધરાવતા પુસ્તકોમાં તેમના 6 સંશોધનલેખ પ્રકાશિત થયેલા છે.
સાથે જ, 6 આંતરરાષ્ટ્રીય, 35 રાષ્ટ્રીય અને 10 રાજકીય સેમિનારમાં તેમણે પોતાના સંશોધન પત્ર વાંચેલા છે. વિવિધ શાળાઓ, કોલેજોમાં યોજાતી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેમણે સેવાઓ આપેલી છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રાજકીય સંગોષ્ઠીઓ અને કાર્યશાળાઓમાં કાર્યક્રમ અધ્યક્ષ અને વક્તા તરીકે પણ ડો. પ્રેમ સિંહે પોતાની સેવાઓ આપેલી છે. BAOU અને IGNOU જેવા વિશ્વ વિદ્યાલયો દ્વારા પ્રકાશિત કરાયેલા પુસ્તકોમાં તેમના રિસર્ચ પેપરનો સમાવેશ કરાયો છે, જે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
હિન્દીમાં સર્જનાત્મક સાહિત્ય અને હિન્દીના પ્રચાર પ્રસારમાં મહત્ત્વની ભૂમિકા બદલ તેમને ઉપન્યાસ સમ્રાટ પ્રેમચંદ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. ગયા વર્ષે અમદાવાદ ખાતે પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો હતો.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
આમ, ડૉ. પ્રેમસિંહ શિક્ષક હોવાની સાથોસાથ એક બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષા સહિત ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન પૂરું પાડ્યું છે