ભારતીય ટીમ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો, રોહિત શર્માના ખાસ મિત્રનું નિધન, માત્ર આટલી ઉમરે છેલ્લા શ્વાસ લીધા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Rohit Sharma : આ દિવસોમાં વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે. જેમાં રોજ એકથી વધુ મેચ રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન ક્રિકેટ જગતને લઈને એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ક્રિકેટના પ્રથમ સુપર ફેન કહેવાતા શ્રીલંકાના પર્સી અભયસેકેરાનું ગઈકાલે એટલે કે 30 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે.

પર્સી અભયસેકરાનું 87 વર્ષની વયે શ્રીલંકામાં નિધન થયું છે. પર્સી અભયસેકરા ક્રિકેટ જગતમાં અંકલ પર્સી તરીકે પ્રખ્યાત હતા. શ્રીલંકાના પર્સી અભયસેકરા એટલે કે અંકલ પર્સીનો પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે ઊંડો સંબંધ હતો. આવો જાણીએ સમગ્ર સમાચાર.

 

 

ક્રિકેટના પહેલા સુપરફેન અંકલ પર્સીનું નિધન

દુનિયાભરમાં અંકલ પર્સીના નામથી જાણીતા પર્સી અભયસેકરા શ્રીલંકાની ક્રિકેટ ટીમના મોટા ફેન હતા. લાંબી માંદગીને કારણે ૩૦ ઓક્ટોબરે તેમનું અવસાન થયું હતું. 1989ના વર્લ્ડ કપ બાદથી તે શ્રીલંકાને સપોર્ટ કરવા માટે દરેક જગ્યાએ જતો હતો. તે વર્ષોથી શ્રીલંકાની ક્રિકેટ ટીમની જર્સી પહેરીને શ્રીલંકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવતો જોવા મળે છે.

શ્રીલંકામાં તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવતું હતું. તેની મિત્રતા અર્જુના રણતુંગા, અરવિંદા ડી સિલ્વા અને કુમાર સંગાકારા જેવા લેજન્ડરી ક્રિકેટરો સાથે થઈ હતી. આ ઉપરાંત બીજા ઘણા મોટા ક્રિકેટરો સાથે તેના સારા સંબંધો હતા. તાજેતરમાં જ શ્રીલંકાની સરકારે પણ તેની સારવાર માટે તેને 50 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા.

 

 

તાજેતરમાં જ રોહિત શર્મા અંકલ પર્સીને પણ મળ્યો હતો.

2023ના એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ કોલંબો સ્થિત પોતાના ઘરે અંકલ પર્સીને મળવા ગયો હતો. 87 વર્ષીય પર્સી અભયસેકરા ત્યારે વધારે ચાલી શકતા ન હતા. આથી જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતે તેને મળવા ગયા હતા. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

 

મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત

ગાઝામાં શરણાર્થી શિબિર પર જ હુમલો કરીને ઈઝરાયેલે 50 પેલેસ્ટિનિયન મારી નાખ્યાં, હવે સામે આવ્યું મોટું કારણ

ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!

 

પર્સી અભયસેકરા રોહિત શર્માની બેટિંગનો મોટો ચાહક હતો. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને એમએસ ધોની સાથે પણ તેના સારા સંબંધો હતા. વર્ષ 2015ના શ્રીલંકા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીએ પર્સી અભયસેકરાને ભારતીય ડ્રેસિંગ રૂમમાં આમંત્રિત કર્યા હતા.

 

 

 

 


Share this Article