મહિલાની છેડતી કરનાર વિધર્મી યુવકને પોલીસે પકડી જાહેરમાં આકરી સજા આપી, આખું ગુજરાત હવે આવું કરતાં થરથર ધ્રુજશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

Vapi News: રાજ્યમાં મહિલા સુરક્ષા ને લઈને કડક કાયદા બનાવવામાં આવ્યા છે. તેમ છતાં પણ કેટલાક ઇસમો સુધારવાનું નામ લેતા નથી .જાેકે વલસાડ જિલ્લાની વાપી પોલીસે એક મહિલા સાથે અશ્લીલ હરકત કરનાર ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા વાપી વાસીઓ પણ ચોકી ઉઠ્‌યા છે. ત્યારે કોણ છે આ ઈસમ જેને એક મહિલા સાથે અશ્લીલ હરકત કરી વાપી પોલીસે કેવી રીતે અશ્લીલ હરકત કરનાર ઈસમ ને સબક સબક શીખવાડયો?

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પાસે આવેલ ગીતા નગર પોલીસ ચોકી સામે એક મહિલા સાથે એક રીક્ષા ચાલકે અશ્લીલ હરકત કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સૌપ્રથમ આ વીડિયોમાં આપ જાેઈ શકો છો કે એક મહિલાની સામે એક રીક્ષા ચાલક કઈ રીતે જાહેરમાં અશ્લીલ હરકત કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં થયેલ આ વાયરલ વીડિયોમાં આરોપી રીક્ષા ચાલક પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો હતો.

જાેકે વિડીયો વાયરલ થવાના ગણતરીના સમયમાં જ વાપી પોલીસ હરકતમાં આવી છે અને મહિલા વિરુદ્ધ અશ્લીલ હરકત કરનાર આરોપી આરીફ સૈયદ ની ધરપકડ કરી લીધી છે. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદી મહિલા યોગીતા પાટીલ મૂળ સેલવાસની રહેવાસી છે અને પોતે એક રીક્ષા ચાલક છે. બનાવના સમયે મહિલા સેલવાસથી વાપી રેલવે સ્ટેશન રિક્ષા લઈને આવી હતી. ત્યારે વાપીના જ આ રીક્ષા ચાલક આરિફે તેની સાથે દૂર વ્યવહાર કર્યો હતો અને મહિલા સામે જાહેરમાં અશ્લીલ હરકતો કરી હતી.

વાપી રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકનો ધંધો કરતો આરીફ હવે પોલીસ પાંજરે પુરાઈ ગયો છે. વાપી પોલીસે આરીફની હવા કાઢી નાખી છે. જાહેરમાં રીક્ષા ચાલક આરીફ ને સબક શીખડવા માટે વાપી પોલીસે તેની જાહેરમાં સરભરા કરી હતી. ગીતા નગર પોલીસ સ્ટેશન સામે મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોની સામે જ લોકોને એક સબક મળે તે માટે મહિલા સાથે કઈ રીતે જાહેરમાં વર્તુળ કરાય તે માટે વાપી પોલીસે મહિલા સામે તેને માફી મંગાવી હતી.

પપ્પા હું પહેલા મરીશ, મને પહેલું ઈન્જેક્શન આપો…’ મોંઘી સારવારને કારણે ભાંગી પડેલા ડૉક્ટર પરિવારની કહાની રડાવી દેશે

ભારતમાં અમુક હરામીઓએ ખરેખર ઈજ્જત કાઢી, દવાખાનામાં મહિલાઓની લાશ સાથે રેપ થતાં મુર્દાઘરમાં CCTV લગાવાશે

સારા સમાચાર: MS ધોનીને અચાનક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, જાણો ફિટ થવામાં કેટલો સમય લાગશે?

પોતાનું પેટિયું રડવા માટે રીક્ષા ચાલકનો વ્યવસાય કરનાર મહિલાની હિંમતને ચોક્કસથી દાદ આપવી ઘટે. કારણ કે આ પ્રકારે બદમાશ અને સાતિર રીક્ષા ચાલક ની સામે ઝૂકી જવાના બદલે તેનો વિડીયો ઉતારી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પુરુષ પ્રધાન સમાજમાં જ્યારે મહિલાઓ આ રીતે મજબૂરીમાં રોજગારી મેળવવા માટે કામ ધંધો કરતી હોય છે ત્યારે આરીફ જેવા લોકો એવું માનતા હોય છે કે મહિલાઓ તેનું કંઈ પણ બગાડી નહીં શકે. પરંતુ મહિલાએ આ આરોપી આરીફ નો વિડીયો ઉતારી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતા વાપી પોલીસે આરોપી ની સાન ઠેકાણે લાવી છે. વાપી પોલીસે જાહેરમાં ઉઠબેસ કરાવીને માફી મંગાવતા અન્ય લોકો પણ મહિલાઓ વિરુદ્ધ આ રીતની વર્તુળ કરતા ૧૦૦ વાર વિચારશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly