દેશના લોખંડી પુરુષ સરદાર પટેલનુ ગૌરવ આપણને સૌને છે. અને સરકારે કરોડોના ખર્ચે સરદાર સરોવર ડેમ સામે વિશ્વાના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ કર્યુ. તો સાથે જ તેની આસપાસના વિસ્તારમાં અનેક જોવા લાયક સ્થળો વિકસાવ્યા. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમના પર છે એવા સરદાર વલ્લભભાઈ એકદમ સાદુ જીવન જીવતા હતા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે ચાલતા સંકલ્પ રેસ્ટારન્ટમાં ૧ ગ્લાસ છાસના રૂપિયા ૨૦૦નો ભાવ છે.
હાલમાં આ મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કારણ કે એક બિલ વાયરલ થયું છે જેમાં આ ભાવો લખવામાં આવ્યા છે. લોક પત્રિકા આ બિલની પુષ્ટિ નથી કરતું. આ બિલ અનિકેત ચોહાણના નામે ફાડવામાં આવ્યું છે. હાલમાં આ બિલ ચારેકોર વાયરલ થઈ રહ્યું છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે આખરે આ છાસમાં એવું તો શું છે કે 200 રૂપિયાની એક જ ગ્લાસ આવે છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટિની આસપાસ સરકારે વિકસાવેલા વિવિધ ડેસ્ટિનેશન આંખે ઉડીને વળગે તેવા છે. અને ટૂરિસ્ટો વારંવાર આવવાનું પણ પસંદ કરે છે.
દેશ-વિદેશની હસતીઓની સાક્ષીમાં નીતા અંબાણીનું સપનુ પુરુ થયું, આખી દુનિયા ભારતને જોતી રહી જશે
આ સાથે જ એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક નવા સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હોટલ અને રિસોર્ટ વિકસાવવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ તેની નવી કંપની રિલાયન્સ એસઓયુ દ્વારા ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હોટલ અને રિસોર્ટ બનાવવા માંગે છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.