ભારતમાં જેને બાળકો માટે અસુરક્ષા લાગતી હોય તો વાંચો આ ખાસ રિપોર્ટ, અમેરિકામાં શાળામાં 100થી વધુ વખત ગોળીબારની ઘટના બની

Lok Patrika
By Lok Patrika
Share this Article

અમેરિકાના ટેક્સાસમાં થયેલા ગોળીબારમાં ૨૧ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ૧૮ માસૂમ બાળકો પણ સામેલ હતા. આ પ્રથમ ઘટના નથી કે, જ્યારે અમેરીકામાં સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી હોય. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્કૂલોમાં ગોળીબારની અનેક ઘટનાઓ બની છે. આંકડા પ્રમાણે છેલ્લા ૫ વર્ષોમાં સ્કૂલોમાં ગોળીબારની ૧૦૦થી વધુ ઘટનાઓ સામે આવી ચૂકી છે. બીજી તરફ આ વર્ષે અમેરિકામાં સામૂહિક ગોળીબારની ૨૦૦થી વધુ ઘટનાઓ બની છે.

અમેરીકામાં સતત સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક આંકડાઓને જાેઈએ તો ટેક્સાસમાં જ સ્કૂલની અંદર ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ૨૦૧૬માં ટેક્સાસના અલ્પાઈન સ્કૂલમાં પણ આ જ પ્રકારનો ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં એક સ્કૂલની વિદ્યાર્થીનીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ ૨૦૧૮માં આવી જ ઘટના બની હતી. ત્યાં ટેક્સાસના સેન્ટ ફે સ્કૂલમાં ૧૭ વર્ષના હુમલાખોરે બાળકો પર ગોળી ચલાવી દીધી હતી જેમાં ૧૦ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. ગયા વર્ષે ૨૦૨૧માં પણ ટિમ્બરવ્યુ સ્કૂલમાં ગોળીબાર થયો હતો.

ટેક્સાસ ઉપરાંત અમેરીકાની અન્ય સ્કૂલોમાં પણ આવી જ ઘટના બની ચૂકી છે. ૨૦૧૨માં અમેરિકાના ન્યૂ ટાઉનના સેન્ડી હુક સ્કૂલમાં ગોળીબાર થયો હતો. જેમાં ૨૬ લોકોના મૃત્યુ થયા હતા જેમાં ૨૦ સ્કૂલના બાળકો અને ૬ શિક્ષકો સામેલ હતા. અમેરિકાના સ્વતંત્ર ડેટા સંગ્રહ કરતું સંગઠન ગન વાયલન્સ આર્કાઈવ ના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૧૨ સામૂહિક ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ઉપરાંત અમેરિકામાં ૨૦૨૧માં ૬૯૩ સામૂહિક ઘટનાઓ બની છે.

૨૦૨૨માં ૬૧૧ સ્થળો પર ગોળીબાર કરવામાં આવ્યો તો ૨૦૧૯માં ૪૧૭ સ્થળો પર આવી જ ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે ૨૦૨૧માં અમેરિકાની સ્કૂલોમાં ગોળીબારની ૩૪ ઘટનાઓ બની હતી. ૨૦૨૦માં ૧૦ સ્કૂલો તો ૨૦૧૮ અને ૨૦૧૯માં ૨૪-૨૪ ઘટનાઓ બની છે. ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૭ સ્કૂલોમાં ગોળીબારની ઘટના બની છે. અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ થવા પાછળનું મહત્વનું કારણ ત્યાંનું ગન એક્ટ છે.

અમેરિકામાં ગન કલ્ચરનો સબંધ ત્યાંના સંવિધાન સાથે જાેડાયેલો છે. ધ ગન કંટ્રોલ એક્ટ ૧૯૬૮ (જીસીએ)ના જણાવ્યા પ્રમાણે રાઈફલ અથવા કોઈ પણ નાનું હથિયાર ખરીદવા માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર હોવી જાેઈએ અને હેન્ડગન જેવા અન્ય હથિયાર ખરીદવા માટે ૨૧ વર્ષની ઉંમર હોવી જાેઈએ. અહેવાલ પ્રમાણે ૩૩ કરોડની વસતી વાળા અમેરિકામાં સામાન્ય નાગરિકો પાસે ૩૯ કરોડ હથિયાર છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly