આ તારીખથી સતત 5 દિવસ આખા ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે, હવામાન વિભાગે ફરી માવઠાને લઈ કરી ઘાતક આગાહી

Lok Patrika
By Lok Patrika
Share this Article

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે. આ માવઠાનો ત્રીજો એક રાઉન્ડ ખેડૂતો માટે મોટો ખતરો બનીને આવશે. જો કે છેલ્લા 10 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને પારાવાર નુકસાની થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પણ પલળી જવા પામી છે.

અત્યારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 2 દિવસ હજુ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જાણે ફાગણ-ચૈત્ર માસમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

હાલમાં ગુજરાતમાં ચારેકોર વરસાદ થઈ રહ્યો છે અને માવઠાએ લોકોની ચિંતા વધારી દીધી છે. એ જ રીતે આજના હવામાનની વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા અને કચ્છ સહિત ઉત્ત ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદ થવાની આગાહી છે. આ ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે. તો વળી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. આ પછી કાલથી જ આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુરુવારની વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના કેટલાક ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદી માવઠું થયું હતું. હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનાઓ પાછળ ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવીને આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા સ્વસ્થતા પ્રત્યે વધારે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે.

સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે

તલાટીની પરીક્ષાને લઈ મોટા સમાચાર, સંભવિત તારીખમાં ફરીથી ફેરફાર, હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી નવી તારીખ, જાણી લો

આ વિસ્તારમાં ખેડૂતોને મફતમાં મળી રહી છે 1500 ગાય-ભેંસ, ઘાંસ-ચારાના પૈસા પણ સરકાર આપશે, જાણો શું છે સ્કીમ

રાજ્યમાં માવઠાનો માહોલ ઉભો થયો હોવાના કારણે સામાન્ય વર્ષોમાં આ સમયમાં આકરી ગરમીની શરુઆત થઈ ગઈ હોય પરંતુ આ વખતે સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાય છે. જ્યારે અમદાવાદમાં 34, સુરેન્દ્રનગરમાં 34, ગાંધીનગરમાં 33, રાજકોટમાં 33, અમરેલીમાં 33, વલ્લભ વિદ્યાનગરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly