ધો.12 સાયન્સ અને ગુજકેટનું આજે પરિણામ, WhatsApp નંબર પર કરો મેસેજ અને પરિણામ તમારા હાથમાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
result
Share this Article

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવશે. થોડીવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ gseb.org વેબસાઇટ પર જાહેર કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકશે.

 

result

9 વાગે જાહેર કરાશે પરિણામ

વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી 6357300971 નંબર પર મેસેજ કરીને પોતાનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓએ ફક્ત 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે. જે બાદ વિદ્યાર્થીઓને તેમનું પરિણામ વોટ્સએપ પર મોકલવામાં આવશે. આજે ઓનલાઇન પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને 3 દિવસ પછી સ્કૂલમાંથી માર્કશીટ મળશે.  આ સાથે જ આજે ગુજકેટ – 2023ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

result

1.26 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો

સમગ્ર રાજ્યમાં 1.26 લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે આજે જાહેર કરવામાં આવશે. 1.10 લાખ રેગ્યુલર વિદ્યાથીઓ પૈકી એ ગ્રુપના 40, 414 અને બી ગ્રુપના 69,936 વિધાર્થીઓ આ પરીક્ષઆ આપી હતી. જ્યારે 16,395 રીપીટર વિધાથીઓએ પણ પરીક્ષા આપી હતી.

અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી

ઓવરટાઇમ માટે સીધા ડબલ પૈસા! કામના કલાકો નક્કી, કર્મચારીઓને આપવી પડશે આ સુવિધાઓ, આ રાજ્યએ કર્યો નવો નિમય

આ વખતે તલાટીની પરીક્ષામાં કોઈ ઘાલમેલ નહીં થાય, આ વાતોનું ખાસ ધ્યાન રખાશે, બે કલાક પહેલા ઉમેદવારોનું સઘન ચેકિંગ

માર્ચ મહિનામાં યોજાઈ હતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ-2023માં પૂર્ણ થઈ હતી. આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાશે. ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ GSEB.ORG પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વ્હોટ્સએપના આધારે પરિણામ મળી શકશે.


Share this Article