Suchandra dasgupta: ટીવી અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તા (Suchandra dasgupta ના આકસ્મિક નિધનના સમાચારથી તેના ચાહકો અને નજીકના મિત્રોને ઘેરો આઘાત લાગ્યો છે. ગઈકાલે રાત્રે જ્યારે તે શૂટિંગ કરીને પરત ફરી રહી હતી ત્યારે તેની બાઇક અકસ્માતનો ભોગ બની હતી. તે કોલકાતાના પાણીહાટીની રહેવાસી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ ઘરે જવા માટે એપ આધારિત બાઇક રાઇડની સેવા લીધી હતી. ઘોષ પરા વિસ્તાર પાસે તેમનો જીવલેણ અકસ્માત થયો હતો.
એપના આધારે બાઇક ચલાવનાર વ્યક્તિએ અચાનક તેની સામે સાઇકલ આવી જતાં બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો. અચાનક બાઇક થોભાવવાથી લાગેલા આંચકાને કારણે અભિનેત્રી થોડે દૂર પડી ગઈ હતી. ત્યાંથી પસાર થતી લોરી તેમની ઉપર ચઢી ગઈ. અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ હેલ્મેટ પહેરી હતી, પરંતુ તેનાથી તેનો જીવ બચ્યો ન હતો.
આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા, તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા. પોલીસે લારીના ચાલકની ધરપકડ કરી છે. આ અકસ્માતથી દરેક જણ દુઃખી અને આઘાતમાં છે. સુચન્દ્રા ટીવી શોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવતી હતી. તેણી માત્ર 29 વર્ષની હતી. અકસ્માત બાદ, સ્થાનિકોએ વિરોધ કર્યો, જેના કારણે વ્યસ્ત બીટી રોડ પર નાકાબંધી કરી દેવામાં આવી.