વાપીમાં બનેલી આખા દેશમાં ચર્ચાયેલી ભાજપના નેતાને ગોળી મારવાની ઘટના અંગે મોટા સમાચાર, જાણો શું સામે આવ્યું

Lok Patrika Desk
By Lok Patrika Desk
VAPI
Share this Article

વાપી તાલુકા ભાજપનાં ઉપપ્રમુખની હત્યા મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની પોઈન્ટ બ્લેક પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી. વાપી પોલીસ પર આરોપીઓને પકડવા રાજકીય દબાણ પણ કરાય રહ્યું છે. તેમજ વાપી પોલીસે સોમવારે મોડી સાંજે એક શકમંદને રાઉન્ડ અપ કર્યો હતો. પોલીસે શંકાના આધારે મોડી સાંજે શરદ પટેલને રાઉન્ડ અપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શરદ પટેલની વાપી પોલીસ સઘન પૂછપરછ હાથ ધરી છે.

VAPI

બે શખ્સોએ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન વાપીના રાતા ગામે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. શૈલેષ પટેલ પર ફાયરિંગ કરી બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ દરમિયાન શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

VAPI

ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત

પોલીસે મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ દ્વારા હત્યારાઓને પકડવા તમામ જગ્યાએ નાકાબંધી કરી દેવામાં આવી છે. તેમજ મળતી માહિતી અનુસાર, જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


Share this Article
TAGGED: , ,