National News: શાકભાજીના છુટક વેચાણ ભાવમાં તાજેતરના સપ્તાહમાં વધારો થતાં આગામી મહિનાઓમાં મોંથા શાકભાજીના કારણે રિટેલ ફુગાવાના દરમાં વધારો ચિંતા મંત્રાલય પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ જન્યુઆરી 27ની સ્થિતિએ ટામેટાના છુટક વેચાણ ભાવ પ્રતિ કિલો 30 હતા, જે વાર્ષિક ધોરણે 50 ટકાનો વધારો સુચવે છે. આવી જ રીતે ડુંગળીના ભાવ પણ 20 ટકા વધીને પ્રતિ કિલો 30 અને બટાકાના ભાવ 33 ટકા વધીને પ્રતિ કિલો 20ની સપાટીએ પહોંચ્યા છે. હાલમાં બટાકા અને ટામેટાના જે ભાવ છે તે ત્રણ મહિના પહેલાં પણ આ જ સ્તરે હતાં.
ખૂબ જ વધુ પડતો વરસાદ થતાં પાછલા જુલાઈમાં વધીને પ્રતિ કિલો 100ની સપાટીએ પહોંચી ગયા હતા. આ ભાવ વાર્ષિક ધોરણે 202 ટકાનો વધારો સુચવતા હતા. ત્યારબાદ સરકારે દરમિયાનગીરી કરી બજારમાં પ્રતિ કિલો 70ના ભાવે સપ્લાય શરુ કરતાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ટામેટાનો ભાવ ઘટીને પ્રતિ કિલો 70ની સપાટીએ આવ્યો હતો. જોકે તે પછી બે મહિનામાં આ ભાવમાં ફરી વધારો નોંધાયો હતો. હાલમા ડુંગળીના ભાવ પ્રતિ કિલો 30 છે, જે ત્રણ મહિના પહેલાના ભાવથી આશરે 25 ટકા જેટલા ઓછા છે.
ગયા મહિને સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો કે જેથી સ્થાનિક બજારમાં તેનો સપ્લાય વધે. ડુંગળીના ભાવમાં ૭૪ ટકાનો વધારો થતાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને સરકારે પ્રતિ કિલો ૨૫ના ભાવે કેટલાક આઉટલેટ પર ડુંગળી વેચવાનું ચાલુ પણ કર્યું હતું. દરમિયાન ડુંગળીના ખરીફ પાકની આવક ચાલુ થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.