વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ કેન્દ્રમાં રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવી છે. હવે જ્યારે વડાપ્રધાન મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો થાય તે પહેલા 75 વર્ષની વય વટાવી જશે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકો વિચારી રહ્યા છે કે મોદી પછી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હોઈ શકે. આ પ્રશ્ને માત્ર રાજકીય વિશ્લેષકોને જ નહીં, પણ ભાજપના સમર્થકોને પણ વિચારવા મજબૂર કર્યા છે કે “મોદી પછી કોણ?”
ઑગસ્ટ 2024માં બહાર પાડવામાં આવેલા મૂડ ઑફ ધ નેશન સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભાજપમાં નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન તરીકે કોને જોવા ઈચ્છે છે. સર્વેમાં ભાગ લેનારા લોકોના અભિપ્રાય મુજબ, કેટલાક સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે જેઓ ભવિષ્યમાં મોદીનું સ્થાન લઈ શકે છે.
સર્વે દર્શાવે છે કે 25%થી વધુ લોકોએ અમિત શાહને સમર્થન આપ્યું છે. યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરી જેવા બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓની તુલનામાં લોકોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે મોખરે રાખ્યા છે. એટલે કે સર્વેનું માનીએ તો લોકો અમિત શાહને નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ભાજપના વડાપ્રધાનપદના ચહેરા તરીકે જોવા ઈચ્છશે.
લગભગ 19% લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બીજા સ્થાને રાખ્યા છે. સર્વે અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી 13% વોટ મેળવીને ભગવા પાર્ટીમાં ટોચના પદ માટે ત્રીજા સૌથી વધુ પસંદગીના વ્યક્તિ છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
આ ત્રણેય નેતાઓ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ લગભગ 5 ટકા વોટ સાથે છે. સર્વેક્ષણમાં અમિત શાહ અગ્રેસર હોવા છતાં, ફેબ્રુઆરી 2024 અને ઓગસ્ટ 2023ના અગાઉના સર્વેની તુલનામાં તેમની 25%ની મંજૂરી રેટિંગમાં ઘટાડો દર્શાવે છે. છેલ્લા બે સર્વેમાં 28% અને 29% લોકોએ પીએમ મોદીના અનુગામી તરીકે ભાજપના નેતાઓમાં અમિત શાહને પસંદ કર્યા હતા.