રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત હવેથી કયારેક થવા જઈ રહી છે. બેઠક લેવા માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષક કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ બંને સહ-નિરીક્ષકો અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે જયપુરમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. તમામ 115 ધારાસભ્યો પણ ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે.
ધારાસભ્યોનું પાર્ટી કાર્યાલયમાં તિલક લગાવીને અને ગોળથી મોં મીઠુ કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે 4 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળશે. અત્યારે તમામ નેતાઓ હોટલ લલિતમાં છે. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપ કાર્યાલયને ખાસ શણગારવામાં આવ્યું છે. 4 વાગ્યાથી યોજાનારી ધારાસભ્ય દળની બેઠક લગભગ 6:30 વાગ્યા સુધી ચાલવાની ધારણા છે.
શું ભાજપ રાજસ્થાનમાં પણ આપશે ઝટકો? થોડા સમયમાં નવા મુખ્યમંત્રી પદની થઈ શકે જાહેરાત
જયપુરમાં બીજેપી કાર્યાલય પછી ભાજપના કાર્યકરોનો ભારે મેળાવડો છે. નવા સીએમનું નામ જાણવા દરેક લોકો ઉત્સુક છે. પરંતુ ભાજપ કાર્યાલયમાં માત્ર ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે.