એક લડકી ભીગી ભીગી સી… રૂબીનાએ બિકીની પહેરીને પાણી અંદર ઉતરી આપ્યા હોટ પોઝ, લૂક જોઈને ફેન્સ ગાંડાતૂર થયા

‘બિગ બોસ 14’ની ટ્રોફી જીત્યા બાદ અભિનેત્રી રૂબિના દિલાઈક ચર્ચામાં આવી ગઈ છે. તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. રૂબીનાની દરેક પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈકે આજે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે.

આ તસવીરો તે ગ્રીન કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક તેની ઘણી તસવીરો શેર કરી છે.

દરેક તસવીરમાં રૂબીના કેમેરાને અલગ-અલગ પોઝ આપી રહી છે. રૂબીનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘હોટનેસ ઓવરલોડેડ’ તો કોઈએ લખ્યું, ‘જો બોસ લેડી સે જલતા બાજુ સે ચલે’.

જો રૂબીના દિલેકના લુકની વાત કરીએ તો રૂબીનાએ ગ્રીન કલરની બિકીની સેટ પહેરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

ટીવી સિરિયલોમાં સૂટ અને સાડી પહેરતી રૂબીના દિલેકનો આ બોલ્ડ લુક કોઈને પણ દિવાના બનાવી શકે છે. તસવીરોમાં અભિનેત્રી પોતાની મનમોહક સ્ટાઈલથી ચમકી રહી છે.

રૂબીનાએ થોડા સમય પહેલા તેની આ નવી તસવીરો શેર કરી છે અને અત્યાર સુધીમાં તેની પોસ્ટને 1 લાખ 15 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેના પરથી જ ખબર પડે છે કે અભિનેત્રીની તસવીરોને કેટલી પસંદ આવી રહી છે.

ટૂંક સમયમાં રૂબીના દિલાઈક રોહિત શેટ્ટીના લોકપ્રિય રિયાલિટી ટીવી શો ‘ખતરો કે ખિલાડી 12’માં જોવા મળશે. ‘બિગ બોસ 14’ની વિનર બન્યા બાદ ફેન્સ રૂબીનાને અન્ય રિયાલિટી શોમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Translate »