રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પ્રેમીઓ વચ્ચે ચુમ્મા-ચાટી, જગતને બેધ્યાન કરીને ક્લાસરૂમમાં જ ચોંટી ગયા, જોનારાએ વીડિયો લઈ લીધો

રાજકોટની મારવાડી યુનિવર્સિટી તેના શિક્ષણ નહિ પણ અન્ય એક બાબતે વિવાદોમાં ફસાઈ છે. ફરી એકવાર મારવાડી યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થયો છે. આવા વીડિયો સામે આવતા હવે અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના પરિવાર પણ ચિંતામાં મુકાયા છે કે જ્યાં તેમના બાળકો વિદ્યા મેળવવા જઈ રહ્યા છે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં જ મારવાડી યુનિવર્સિટીમાંથી બે જેટલા વિવાદિત વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી. તે યુવતી નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયો પ્રત્યક્ષદર્શીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા.

આ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવક અને યુવતી લિપ કિસ કરતા પણ જોઈ શકાય છે. આ વિશે વિગતે વાત કરીએ તો એક વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો છે અને બીજી તરફ ત્યારે પેસેજ એરીયા આવેલો છે. અહી બારીની નજીક એક યુવક અનેક યુવતી બેઠેલા જોઈ શકાય છે અને તેઓ બંને એકબીજાને લિપ કિસ કરી રહ્યા છે. હવે આ મામલે તપાસ કરવામાં આવશે તેવું કહેવાય રહ્યુ છે. જો કે આ પહેલી વખત નથી. આ અગાઉ પણ યુવક યુવતીનો વીડિયો થયો હતો વાયરલ થયો હતો જેમાં એક યુવતી એક યુવકને આશ્વાસન આપી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તે કિસ્સામાં પણ યુવક યુવતીથી રિસાયેલો જોવા મળ્યો હતો અને જે બાદ યુવતી તેને મનાવવા આલિંગન આપતિ જોવા મળી હતી.

Translate »