એક એવું ગામ જ્યાં દરેક ઘર છે નળીયાવાળા, કોઈ મકાન પર નથી પાક્કી છત

છત વગરનું ગામ આ શબ્દ સાંભળી આપણને નવાઈ લાગશે. ગુજરાત રાજ્યમાં રણપ્રદેશ તરીકે ઓળખતા ભૂજ પ્રાંતમાં એક ગામ એવું પણ છે જ્યાં કોઈ ઘર પર પાક્કી છત જ નથી.વર્ષોથી છત ન બનાવની પરંપરા ચાલતી આવી છે. માત્ર દેશી નળિયાં અથવા પતરાનાજ મકાન આ ગામમાં જોવા મળશે. આ ગામમાં આજ દિન સુધી કોઈ રહેવાસીએ છત નથી. બાંધી જો કોઈ છત બાંધવાનો પ્રયાસ કરે તો ચમત્કારી રીતે તેમના પરિવારમાં કોઈ દુર્ઘટના ઘટે છે તેવી માન્યતા ગામજનોમાં વર્ષોથી છે.

શહેરોમાં આધુનિક યુગમાં બહુમાળી મકાનો જોવા મળે છે. પરંતુ જ્યાં માલધારી રબારી સમાજ રહે છે એ ભુજ તાલુકાનું સણોસરા ગામ. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આજે પણ આ ગામમાં કોઈ છત નથી બનાવતું. આ કારણે તે છત વગરના ગામ તરીકે ઓળખાય છે. છત ન બાંધવા પાછળનું કારણ શું તે જાણવા ગામના વડીલો સાથે વાતચીત કરી. ગામના વડીલના કહેવા મુજબ અંદાજે 600 વર્ષ પહેલાં ખુબ જ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પાસે પશુઓ હતા અને પશુઓ રાખવા માટે જગ્યા ન હતી. ત્યારે અમારા પૂર્વજોએ માતાજી પાસે પ્રાર્થના કરી. માતાજીના પૂજારી હાથમાં જ્યોત અને છીપર લઈ આજના આ સણોસરા ગામે પહોંચી રહેવા માટેની આજ્ઞા હતી. સાથે જ પાક્કી છત હોય એવું મકાન ન બનાવની પણ વાત કહીને ગામમાં વસવાટ શરૂ થયો હતો.

વર્ષો પહેલા ગામની નજીક તેઓના સમાજના એક ભાઈએ પાક્કી છતવાળું મકાન બનાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓની આંખોની રોશની જતી રહી હતી. કેટલાક વર્ષો બાદ અન્ય એક વ્યક્તિએ છત સાથેનું મકાન બનાવવા તૈયારી કરી તો તેમની પણ આંખોની રોશની જતી રહેતા તેઓએ મકાન પાછું જમીન ધ્વસ્ત કરતા આંખોની રોશની પછી આવી હતી. કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપબાદ ઘણી સંસ્થાઓએ અહીં પાક્કા મકાન બનાવવા માટે તૈયારીઓ દર્શાવી. પણ સ્થાનિકો છેક સુધી માન્યા નહીં. સણોસરા ગામનો રબારી સમાજ અન્ય કોઈ જગ્યાએ સ્થાયી થાય તો પણ તે રહેવા માટે દેશી નળિયાંવાળા મકાન બાંધે છે.

Translate »