પહેલા એવું જ લાગશે કે તમે સપનુ જોઈ રહ્યા છો, હાવજ જેવો હાવજ કૂતરા સાથે કરી રહ્યો છે મસ્તી, VIDEO જોઈ વિશ્વાસ નહીં આવે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

કૂતરો પણ તેની ગલીમાં સિંહ છે’ આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. જેનો સાદી ભાષામાં અર્થ થાય છે કે ઘરની અંદર કે પોતાના વિસ્તારમાં દરેક વ્યક્તિ પોતાને બીજા કરતા વધુ મજબૂત માને છે.હાલમાં જ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાંજરામાં બંધ સિંહની પાસે કેટલાક કૂતરાઓ જોઈને દરેક આ કહેવત પુરી થતી જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર આવતા રહે છે. જેમાં ઘણી વખત કેટલાક ભયાનક પ્રાણીઓ તેમની વર્તણૂકથી વિપરીત વર્તન કરતા જોવા મળે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે સિંહોથી લઈને દીપડાઓ કૂતરા અને વાંદરાઓ વચ્ચે ખૂબ જ સરળતાથી રહેતા જોવા મળ્યા છે.

જે દરમિયાન આ હિંસક જીવો અન્ય કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડતા નથી. તાજેતરમાં, આવો જ એક વીડિયો ફરી સામે આવ્યો છે, જેમાં અદનેના કૂતરા સાથે એક વિશાળ સિંહ જોવા મળી રહ્યો છે.યૂઝર્સ સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા વીડિયોને સતત શેર કરી રહ્યા છે. તેને @PierPets નામના એકાઉન્ટ પરથી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં પ્રાણી સંગ્રહાલયની અંદર એક સિંહ તેના પાંજરામાં જોવા મળી રહ્યો છે. જેમની પાસે અચાનક બે નાના કદના કૂતરા પહોંચી જાય છે અને જૂના મિત્રની જેમ સિંહ સાથે રમવાનું શરૂ કરે છે. જેને જોઈને યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

આકાશ અંબાણીની સાળી છે સુંદર અને સ્લાઈલિશ, હોટ તસવીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશો

મોજમાં આવીને કોઈ છોકરીને ધરાર રંગ ન લગાવતા, બાકી આવતી હોળી સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે

સત્યનારાણય મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહની ચારેકોર ચર્ચા, જાણો કોણ છે નિમાયત અને રાહુલ શેખ

હાલમાં, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને આ સમાચાર લખ્યા ત્યાં સુધી 19 હજારથી વધુ વ્યૂઝ અને 1 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયોમાં સિંહ પણ કૂતરા સાથે ખુશીથી રમતા જોવા મળે છે અને પછી આશ્ચર્યજનક રીતે કૂતરો સિંહનું મોં ચાટી જાય છે. આ દ્રશ્ય જોઈને યુઝર્સની આંખો પહોળી થઈ ગઈ. વીડિયો જોઈને યૂઝર્સ સતત તેને અનોખી દોસ્તી ગણાવી રહ્યા છે. તે જ સમયે, મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે બાળપણથી સાથે રહેવાના કારણે હવે સિંહ તે કૂતરાઓનો સારો મિત્ર બની ગયો છે.


Share this Article