શું 1000 રૂપિયાની નોટ ફરી પાછી આવશે? જાણો RBI ગવર્નરનો જવાબ, સોશિયલ મીડિયા પર ચારેકોર વાયરલ

Desk Editor
By Desk Editor
Share this Article

1000 rupee note : આરબીઆઈ ગવર્નરે 500 અને 1000 રૂપિયાની નોટને લઈને મોટી જાહેરાત કરી છે. આરબીઆઈની એમપીસીની બેઠકમાં રદ થયેલી નોટો અંગે ચાલી રહેલી અટકળો અંગે તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે 500 રૂપિયાની નોટ બંધ નહીં થાય. ન તો બંધ થયેલી 1000 રૂપિયાની નોટનું છાપકામ ફરી શરૂ થશે. તેમણે કહ્યું કે સામાન્ય જનતાએ ગભરાવાની જરૂર નથી. હાલ રિઝર્વ બેંકની આ 500ની ચલણી નોટો બંધ કરવાની કોઇ યોજના નથી.

તમને જણાવી દઈએ કે, ગુરુવારે આરબીઆઈની એમપીસીની બેઠકના ત્રીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિઝર્વ બેંકના ગવર્નરે વાત કરી છે. સામાન્ય લોકોમાં એવી અટકળો હતી કે 500 રૂપિયાની નોટ પણ બંધ કરવામાં આવશે. જેની આજે આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટતા કરી છે.

શું છે 500 રૂપિયાની નોટનો પ્લાન?

ગુરૂવારનો દિવસ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ દિવસ બની રહ્યો છે. આરબીઆઈની મોનેટરી પોલિસીની બેઠક બાદ ગવર્નર મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મીડિયાના સવાલોના જવાબ આપતા તેમણે કહ્યું કે હાલમાં આરબીઆઈની 500 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. જે બાદ 2000ની નોટોમાંથી લગભગ 50 ટકા નોટો બેંકોમાં જમા થઈ ગઈ છે.

આ માણસને 12 પત્નીઓ, 102 બાળકો, 578 પૌત્રો, બાળકોના નામ ભૂલી જાય છે, ક્યારેય કોન્ડોમ નથી વાપર્યું

યુદ્ધનું રણશીંગું ફૂંકાઈ ગયું, યોદ્ધાઓ પણ તૈયાર છે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં સેનાપતિનો મામલો જબરો ગોટાળે ચડ્યો

RBIએ સતત બીજી વાર આપ્યા સૌથી સારા સમાચાર, સાંભળીને કરોડો બેંક ગ્રાહકો ખુશ થઈ ગયા

1000 ની નોટ વિશે આરબીઆઈના વડાએ શું કહ્યું?

ત્યારથી અત્યાર સુધીમાં 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ છે. 1000 રૂપિયાની નોટ પરત લાવવાની વાત લોકોમાં ચાલી રહી હતી. લોકોએ વિચાર્યું કે 1000 રૂપિયાની નોટ ફરીથી બજારમાં લાવી શકાય છે. જો કે આરબીઆઇ ચીફે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આરબીઆઈના ચીફ શક્તિકાંત દાસે કહ્યું કે, હાલમાં 1000 રૂપિયાની નોટ પરત લાવવાની કોઈ યોજના નથી. એવી કોઈ ઉતાવળ નથી કે લોકો સરળતાથી બેંકમાં જઈને તેમની 2000 રૂપિયાની નોટો બદલી શકે છે.

 

 


Share this Article