એક નંબરનો અક્કલમઠો વિરાટ કોહલી, BCCIએ ઘઘલાવ્યો તોય ન સુધર્યો, હવે કોરોના પોઝિટિવ આવ્યો અને છતાંય માસ્ક વગર રખડ્યો, આખી ટીમની પથારી ફેરવશે

ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થઈ રહેલી બર્મિંગહામ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એક દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખુલાસો થયો હતો કે ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ હોવાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ શક્યા નથી અને હવે એવા અહેવાલ આવ્યા છે કે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ લંડન પહોંચ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છે.

એક ન્યૂઝ પેપરે કહ્યુ કે”હા, માલદીવમાં રજાઓ ગાળીને પરત ફર્યા બાદ વિરાટ કોહલી પણ કોવિડ-19નો ભોગ બન્યો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈ ગયો છે.” જો કે લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં તેની અસર જોવા મળી શકે છે. ઓછામાં ઓછું તે વિરાટ કોહલી સાથે તો થઈ શકે છે. તે હાલમાં જ કોરોનામાંથી સાજો થયો છે. આવી સ્થિતિમાં બોર્ડે ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે કે તેઓ કોરોનામાંથી સાજા થઈ રહેલા ખેલાડીઓ પર વધુ દબાણ ન કરે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી માલદીવથી પરત ફર્યા બાદ હોસ્પિટલ જતા જોવા મળ્યો હતો.

હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો કોહલી માલદીવથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો, તો તે ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ કેવી રીતે ગયો? જ્યારે આર અશ્વિને તેના કોરોના સંક્રમિત થયા બાદ સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ જવાની ના પાડી દીધી હતી અને તે હાલમાં સ્વસ્થ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ પણ વિરાટ કોહલીને કોરોના સંક્રમિત થવાની કોઈ માહિતી આપી નથી. ભલે વિરાટ કોહલી હવે કોરોનામાંથી સાજો થઈ ગયો છે. જો કે, ભૂતકાળમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, જેમાં તે માસ્ક વિના લંડનના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઘણા ફેન્સે તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા પણ તેની સાથે શોપિંગ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીનું આ બેજવાબદાર વર્તન બાકીના ખેલાડીઓ માટે મુશ્કેલી બની શકે છે.

તાજેતરમાં, બીસીસીઆઈના ખજાનચીએ રોહિત અને વિરાટના લંડનમાં માસ્ક વિના ફરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને બંને ખેલાડીઓને આવું ન કરવાની ચેતવણી પણ આપી હતી. બ્રિટનમાં હજુ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. દરરોજ કોરોનાના 10 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ-રોહિત માસ્ક વિના ફરતા હતા અને હવે સમાચાર સામે આવ્યા છે કે કોહલી કોરોના સંક્રમિત છે. આ ખરેખર ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.

Translate »