FIFA વર્લ્ડ કપ જીતની ખુશીમાં આર્જેન્ટિના ઉજવણીમાં ડૂબી ગયો, આખા દેશના રસ્તાઓ જામ! ચારેતરફ વીડિયો વાયરલ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સ સામે તેની ટીમની જીત સાથે આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે આનંદની ઉજવણી કરી હતી. આર્જેન્ટિનાના ઘણા શહેરોમાં જાહેર સ્થળોએ મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી જ્યાં લોકોએ ફાઈનલ મેચ જોઈ હતી.

55 વર્ષીય જોસેફિના વિલાલ્બા જેણે આવા જ એક સ્થળે મેચનો આનંદ માણ્યો, તેમણે કહ્યું, ‘હું ખૂબ ખુશ છું, અમે ખરેખર તેના હકદાર હતા. ટીમે કઠિન પડકારનો સામનો કર્યો હતો પરંતુ સમય જતાં તેને પાર કરવામાં સફળ રહી હતી.

https://twitter.com/Awhadspeaks/status/1604720232333025280

જેમ-જેમ મેચ આગળ વધી રહી હતી તેમ-તેમ લાગણીઓની ભરતી પણ વધી રહી હતી. લોકો રડી રહ્યા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને તેઓ એકબીજાને ભેટી રહ્યા હતા. બ્યુનોસ આયર્સના સાર્વજનિક સ્થળો પર મેચ જોઈ રહેલા લોકો આખી મેચ દરમિયાન કેપ્ટન લિયોનેલ મેસીના નામનો નારા લગાવી રહ્યા હતા.

સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા 34 વર્ષીય હેક્ટર ક્વિન્ટેરોસે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કારણ કે તે પહેલો વર્લ્ડ કપ હતો જેનો મેં ખરેખર આનંદ માણ્યો હતો.”

છેલ્લા કેટલાક સમયથી સતત આર્થિક સંકટનો સામનો કરી રહેલા આર્જેન્ટિનાના ચાહકો માટે વર્લ્ડ કપની આ જીત જીવનરેખાનું કામ કરી રહી છે. દેશમાં એવો કોઈ રસ્તો નહોતો કે જેના પર લોકો આનંદથી નાચતા ન હોય. આર્જેન્ટિનાના લોકોએ આ અવસર પર મહાન ડિએગો મેરાડોનાને પણ યાદ કર્યા અને કહ્યું કે તેણે પણ આ જીતમાં ફાળો આપ્યો હતો. મેસ્સીના વતન રોઝારિયોમાં લોકો ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેઓ તેમના હીરોની પ્રશંસા કરતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

આ પહેલા લિયોનેલ મેસીએ કતારમાં સંકેત આપ્યો હતો કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે. જો કે હવે તેમના નવા નિવેદનથી મામલો બદલાઈ ગયો છે. મેસ્સીનો અત્યારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહેવાનો કોઈ ઈરાદો નથી.

સ્ટાર સ્ટ્રાઈકરે કહ્યું કે વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યા પછી પણ તે આર્જેન્ટિના માટે રમવાનું ચાલુ રાખશે. લુસેલ સ્ટેડિયમમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને મેસ્સીનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું સાકાર થયું. મેસ્સી માત્ર 35 વર્ષનો છે અને માનવામાં આવી રહ્યું હતું કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે, પરંતુ સ્ટાર સ્ટ્રાઈકરે મેચ બાદ કહ્યું કે તે હવે રમવાનો ઈરાદો ધરાવે છે.


Share this Article