અડધા અમેરિકાનો માલિક, પાકિસ્તાન જેવા 50 દેશોને ખરીદી શકે, આટલા પૈસા છે છતાં અમીરોની યાદીમાંથી નામ ગાયબ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News : તમે દુનિયાના ઘણા અમીર લોકો વિશે સાંભળ્યું હશે, જેમાં એલોન, મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ, જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગનો સમાવેશ થાય છે. પરંતુ, આના કરતા પણ મોટું એક બીજું નામ છે, જેના વિશે લોકો વધારે જાણતા નથી. આ માણસ દુનિયાભરમાં લાખો લોકોના પૈસા મેનેજ કરે છે. એવું પણ કહી શકાય કે તે સમગ્ર વિશ્વની સંપત્તિના કેટલાક ભાગ પર કબજો કરે છે. પરંતુ, નેટવર્થની બાબતમાં તે અબજોપતિ ઉદ્યોગપતિઓ કરતાં પાછળ છે.

 

 

અમે વાત કરી રહ્યા છીએ અમેરિકા સ્થિત મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોક ઇન્કના ફાઉન્ડરની, જે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. મેનેજમેન્ટ હેઠળની તેની સંપત્તિ 9.43 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતીય રૂપિયામાં આ રકમ 78,54,75,62,20,00,000 છે. નવાઈની વાત એ છે કે આ આંકડો અમેરિકાના જીડીપીના લગભગ અડધા જેટલો છે, જ્યારે અન્ય દેશોની જીડીપી કરતાં અનેક ગણો છે.

કોણ છે લેરી ફિંક?

બ્લેકરોક ઇન્ક. એ વિશ્વની સૌથી શક્તિશાળી એસેટ મેનેજમેન્ટ કંપની છે. લેરી ફિંકે ૧૯૮૮ માં તેનો પાયો નાખ્યો હતો. શેરબજારમાં તેમની તીવ્ર રુચિને કારણે તેઓ આ ક્ષેત્રમાં આવ્યા અને તેમણે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જેની તેમણે સપનામાં પણ કલ્પના પણ નહીં કરી હોય. બ્લેકરોકની સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે કંપની દુનિયાભરમાં કુલ શેર અને બોન્ડના 10 ટકા હિસ્સો સંભાળે છે. વિશ્વની દરેક મોટી કંપનીમાં તેનો હિસ્સો છે. તેથી તેને વિશ્વની સૌથી મોટી શેડો બેંક પણ કહેવામાં આવે છે.

 

 

એસેટ મેનેજમેન્ટ બિઝનેસ એટલે શું?

એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) એક એવી પેઢી છે જે ગ્રાહકો પાસેથી સામૂહિક ભંડોળનું શેરબજાર અથવા અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરે છે. જેમાં રિયલ એસ્ટેટ, બોન્ડ અને સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. જો કે એસેટ મેનેજમેન્ટ કંપનીને મળનારા નાણાં ગ્રાહકોના છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ એસેટ મેનેજમેન્ટ હેઠળ આવે છે.

 

શનિ અને શુક્ર બનાવશે ખાસ યોગ, દિવાળી પહેલાં જ 6 રાશિના લોકો કરોડપતિ બની જશે! જ્યોતિષી પાસેથી જાણો બધું

રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!

દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા

 

માર્કેટ કેપના મામલે દુનિયાની સૌથી મોટી કંપની એપલમાં બ્લેકરોકની 6.5 ટકા ભાગીદારી છે. ફેસબુક પાસે 6.5 ટકા, જેપી મોર્ગન ચેઝની 6.5 ટકા અને ડોઇશ બેન્કની 4.8 ટકા ભાગીદારી છે. બ્લેકરોક ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કમાં પણ 4.48 ટકા હિસ્સો ધરાવે છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, એપ્રિલ 2022માં લેરી ફિંકની નેટવર્થ 1 અબજ અમેરિકન ડોલર આંકવામાં આવી હતી.

 

 

 


Share this Article