બ્રાઝિલના ગ્રામાડો શહેરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં વિમાન દુર્ઘટનામાં એક પરિવારના ઓછામાં ઓછા 10 સભ્યોના મોત થયા છે. આ મામલે સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે, રવિવારે બ્રાઝિલના પ્રવાસન શહેર ગ્રામાડોમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 10 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો જમીન પર ઘાયલ થયા હતા. આ પ્લેન પહેલા એક ઘરની ચીમની સાથે અથડાયું હતું, ત્યારબાદ એક બિલ્ડિંગના બીજા માળે ક્રેશ થયું હતું અને ગ્રામાડોના એક મોટા રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ફોનની દુકાનમાં ઉતર્યું હતું.
A private plane crashed in the Brazilian tourist city of Gramado: at least 10 people were killed – Reuters
The plane first hit a building chimney, then the second floor of a house before crashing into a furniture store. The debris also reached a neighboring hotel. <…> 15… pic.twitter.com/5TuFcbB8tu
— SD (@stringerukraine) December 22, 2024
અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી.
મળતી માહિતી મુજબ ધુમાડાના કારણે જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ પ્લેન ક્રેશ કયા કારણોસર થયું હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ યાત્રીઓ એક જ પરિવારના સભ્યો હતા. તેઓ રિયો ગ્રાન્ડે ડો સુલના રાજ્યના એક શહેરથી સાઓ પાઉલો રાજ્યમાં મુસાફરી કરી રહ્યા હતા.
ગ્રામાડો શહેર શા માટે પ્રચલિત છે?
બ્રાઝિલના સેરા ગૌચા પર્વતોમાં સ્થિત, ગ્રામાડો પ્રવાસીઓમાં એક લોકપ્રિય સ્થળ છે. આ શહેર ઠંડા હવામાન, હાઇકિંગ સ્થળો અને પરંપરાગત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. આ શહેર 19મી સદીમાં જર્મન અને ઇટાલિયન વસાહતીઓ દ્વારા વસાવવામાં આવ્યું હતું. નાતાલની રજાઓ દરમિયાન તેમાં ખૂબ જ ભીડ હોય છે.
🚨SMALL PLANE CARRYING 10 CRASHES IN GRAMADO BRAZIL. ALL ON BOARD KILLED. EARLIER THIS YEAR A PLANE FELL OUT OF THE SKY. WHO KNOWS WHAT IS GOING ON? pic.twitter.com/aigHinevpx
— Chaos Alerts (@ChaosAlertsOnX) December 22, 2024
અમદાવાદમાં જોવા મળ્યો સ્પીડનો કહેર, ઓડીએ બાઇકને ટક્કર મારી, બે યુવકો મોત સામે ઝઝૂમી રહ્યા છે
હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર, ભાજપ સાથે પણ રમાઈ છે રમત!
વર્ષ 2024 માટે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી, જાણો તેમના વિશે
રવિવારે એક બસ અકસ્માતમાં ઓછામાં ઓછા ૪૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
રવિવારે બ્રાઝિલમાં એક બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 41 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બ્રાઝિલમાં સપ્તાહના અંતમાં થયેલી બસ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ આ અકસ્માતને એક ભયંકર દુર્ઘટના ગણાવી હતી. ફેડરલ હાઇવે પોલીસે તેને ૨૦૦૭ પછી દેશના રાજમાર્ગો પરનો સૌથી ખરાબ અકસ્માત ગણાવ્યો હતો. સિવિલ પોલીસે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે મિનાસ ગેરાઇસ રાજ્યના ટેનિગ શહેર ટોફિલો ઓટોની નજીક ક્રેશ સ્થળ પરથી 41 મૃતદેહો મળી આવ્યા છે.