દુનિયાના સૌથી ઘરડા વ્યક્તિ અને સ્પેનના નાગરિક સેટર્નિનો ડે લા ફુઅંતે ગાર્સિયાનુ નિધન થયુ છે.તેઓ ૧૧૨ વર્ષ અને ૩૪૧ દિવસના હતા. તેઓ ૨૪ દિવસ બાદ પોતાનો ૧૧૩મો જન્મ દિવસ ઉજવે તે પહેલા તેમણે આખરી શ્વાસ લીધા છે.ગાર્સિયાએ ૧૧૨ વર્ષ અને ૨૧૧ દિવસના થયા બાદ સપ્ટેમ્બર,૨૦૨૧માં ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નમ નોંધાવ્યુ હતુ.
તેમના મોતની વાતને ગિનિઝ બૂકે સમર્તન આપ્યુ છે.પોતાની વેબસાઈટ પર ગિનિઝ બૂકે લખ્યુ છે કે, ગાર્સિયાના મોતની ખબર સાંભળી અમે દુખી થયા છે. તેમને અલ પોપિનોના નામથી પણ ઓળખવામાં આવતા હતા.તેઓ પોતાના પરિવારમાં ૨૨ પૌત્ર અને પૌત્રીઓને છોડીને ગયા છે.તેઓ દર વર્ષે આઠ ફેબ્રુઆરીએ પોતાનો જન્મ દિવસ મનાવતા હતા. ચાર ફૂટ અને ૯૨ ઈંચ લાંબા ગાર્સિયા વ્યવસાયે શૂઝ બનાવવાનુ કામ કરતા હતા.લાંબી વયનુ શ્રેય તેમણે પોતાના શાંત સ્વભાવને અ્ને શાંત જીવનને આપ્યું હતું.